T20 વર્લ્ડકપ 2026 આજથી શરૂ થવાનીછે.ત્યારે ટુર્નામેન્ટ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઇશાન મલિંગા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને 32 વર્ષીય બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મલિંગા ખભાની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 સીરિઝ માટે શ્રીલંકન ટીમનો ભાગ હતો.
ICCએ ઈશાન મલિંગા અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું
ICC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈશાન મલિંગા રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની દ્વિપક્ષીય T20I મેચ દરમિયાન ઘાયલ થયો હતો અને હવે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. મધ્યમ ગતિના બોલર પ્રમોદ મદુશનને તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મદુશન 13 ODI અને આઠ T20I રમી ચૂક્યો છે.મલિંગા છેલ્લા એક વર્ષમાં શ્રીલંકાના બોલિંગ આક્રમણમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તે 2025 માં IPL માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ રમ્યો હતો.મલિંગાએ નવેમ્બર 2025માં શ્રીલંકા માટે T20I ડેબ્યૂ કર્યું હતું, આઠ મેચ રમી હતી અને આઠ વિકેટ લીધી હતી. પ્રમોદ મદુશન અત્યાર સુધીમાં આઠ T20I પણ રમી ચૂક્યો છે. તેણે 2022 માં ડેબ્યૂ કર્યું હતું અને 2023 માં આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ રમી હતી. તેણે અત્યાર સુધીમાં 12 વિકેટ લીધી છે.













