T20 વર્લ્ડ કપ 2026 શનિવાર,7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટના પહેલા દિવસે ત્રણ મેચ રમાશે, જેમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે પ્રથમ મેચ શ્રીલંકાના કોલંબોમાં સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. દિવસનો ત્રીજો મેચ ભારત અને યુએસએ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે, જે ઉદઘાટન સમારોહનું પ્રતીક બની શકે છે.હાલમાં, ઉદઘાટન સમારોહ અંગે ICC તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર  ઉદઘાટન સમારોહ પહેલી મેચ દરમિયાન નહીં પરંતુ ત્રીજા મેચ પહેલા, ભારતની મેચ, જેમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી શકે છે.


કોણ પરફોર્મ કરશે?

મીડિયા રિપોર્ટ અનુસાર રેપર બાદશાહ, અભિનેત્રી નોરા ફતેહી, શિવમણિ અને ઋષભ રિખીરામ શર્મા ઉદઘાટન સમારોહમાં પરફોર્મ કરે તેવી અપેક્ષા છે. જો કે, એ નોંધનીય છે કે કલાકારો અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ પરફોર્મ કયા લાઈવ જોઈ શકાય છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ઘાટન સમારોહનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar દ્વારા પણ ઉપલબ્ધ થશે.

T20 વર્લ્ડ કપ ક્યારે શરૂ થશે?

નોંધનીય છે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 55 મેચ રમાશે, જેમાં સુપર 8 સ્ટેજ સહિત 52 લીગ મેચનો સમાવેશ થાય છે. બાકીની ત્રણ મેચ નોકઆઉટ સ્ટેજમાં હશે. કુલ 20 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે. અગાઉ, ટીમ ઇન્ડિયાએ 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.આ વખતે 20 ટીમોમાંથી કઈ ટીમ ટ્રોફી ઘરે લઈ જાય છે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે ભારતીય ટીમે બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો છે. કોઈ પણ ટીમે ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીત્યો નથી. આ વખતે ઇતિહાસ રચાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.નોંધનિય છે કે, આ વિશ્વ કપ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. પાકિસ્તાન ભારત સામે રમવા તૈયાર નથી. આવી સ્થિતિમાં આઈસીસી શું એક્શન લે છે તેના પર સૌની નજર રહેલી છે.

આ પણ  વાંચો - T20I World Cup 2026: ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, ટુર્નામેન્ટમાંથી બહાર થયો આ સ્ટાર બોલર


  • Follow us on: