2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યા છે,ત્યારે ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા,17 વર્ષ તૈપેઈ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચી દીધો છે.ફાઇનલમાં તન્વી શર્માનો સામનો છઠ્ઠી ક્રમાંકિત વિયેતનામની થુય લિનહ ન્ગુયેન સાથે થયો હતો,જેને તેણીએ 36 મિનિટની મેચમાં બે સીધા સેટમાં હરાવી હતી.આ સાથે તન્વી શર્મા 2008માં સાઇના નેહવાલ પછી આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ
તન્વીએ બંને સેટમાં વિયેતનામી ખેલાડી પર પ્રભુત્વ મેળવ્યું
ભારતની ઉભરતી બેડમિન્ટન ખેલાડી તન્વી શર્માએ વિયેતનામી ખેલાડી થુય લિનહ ન્ગુયેન સામે મહિલા સિંગલ્સ ફાઇનલ મેચના બંને સેટમાં પ્રભુત્વ મેળવ્યું. તન્વીએ ટાઇટલ મેચનો પહેલો સેટ 21-16ના માર્જિનથી અને પછી બીજો સેટ 21-16ના માર્જિનથી જીત્યો, મેચનો અંત ફક્ત 36મિનિટમાં થયો. તન્વી શર્મા તાઈપેઈ ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની, અને તેણે તાઈપેઈની તાઈ ત્ઝુ-યિંગનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમણે 18 વર્ષ અને 85 દિવસની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.
