પ્રોફેશનલ ટેનિસની વાત આવે એટલે સૌથી પહેલા રોજર ફેડરરનું નામ દિમાગમાં આવી જાય. પરંતુ હાલ ટેનિસ જગતમાં એક સિનિયર ખેલાડી એવી ધમાકેદાર રમત દેખાડી રહ્યો છે કે જેણે સેમિફાઇનલમાં સ્થાન મેળવતાની સાથેજ દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નોવાક જોકોવિચ સેમિફાઇનલમાં
હાલ વિમ્બલ્ડન 2025 ચાલી રહી છે જેમાં સર્બિયાનો સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ તેની જોરદાર રમત દેખાડી રહ્યો છે. આ વખતે નોવાક જોકોવિચે ઇટાલીના સ્ટાર ખેલાડી ફ્લાવિયો કોબોલીને હરાવીને સેમિફાઇનલમાં તેનું સ્થાન પાકું કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નોવાક જોકોવિચ 14મી વખત વિમ્બલ્ડન સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યો છે જે એક માહન રેકોર્ડ માનવામાં આવે છે. નોવાક જોકોવિચના નામે અત્યાર સુધી ઘણા રેકોર્ડ નોંધાયા છે જેમાં તેનો સૌથી મોટો રેકોર્ડ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનો રહ્યો છે.
ફેડરરનો તૂટયો રેકોર્ડ
નોવાક જોકોવિચ અને રોજર ફેડરરના નામે અત્યાર સુધી સંયુક્તમાં એક રકોર્ડ બોલાઈ રહ્યો હતો જે મુજબ જોકોવિચ અને ફેડરર બંનેએ 13-13 વખત વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ વિમ્બલ્ડન 2025ની સેમિફાઇનલમાં પહોંચતાની સાથેજ તેણે 14મી વખત વિમ્બલ્ડન સેમિફાઇનલમાં પ્રવેશ મેળવીને આ રેકોર્ડ તેના નામે કરી લીધો છે.
સેમિફાઇનલમાં સિનર સામે સામનો
ક્વાર્ટર ફાઇનલમાં ફ્લાવિયો કોબોલીને હરાવતાની સાથેજ નોવાક જોકોવિચે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને આ સેમિફાઇનલમાં તેનો સામનો હવે 23 વર્ષીય જેનિક સિનર સામે થવાનો છે. આ સિવાય જોકોવિચ પહેલા, સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. કાર્લોસ અલ્કારાઝે બ્રિટનના કેમેરોન નોરીને સીધા સેટમાં હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે સેમિફાઇનલમાં, અલ્કારાઝનો સામનો યુએસએના ટેલર ફ્રિટ્ઝ સાથે થશે.