એક તરફ ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન વિશ્વમાં તેનો ડંકો વગાડી રહી છે ટેનિસની દુનિયાને નવી નવી ઊંચાઈઓ મળી રહી છે ત્યારે દેશમાં ટેનિસ રમતી દીકરીઓની હત્યા કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીથી નજીક આવેલા ગુરુગ્રામમાં બનેલી આ ઘટનાએ આખા દેશને આંચકો આપ્યો છે.


ગુરુગ્રામમાં ચોંકાવનારી ઘટના

હાલ વિશ્વમાં ચારે તરફ રમતની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી રમત એવી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની ચર્ચાઓ ચાલી રહી છે. દુનિયા ભરના મોટા મોટા સેલિબ્રિટીઓ અને ટેનિસ પ્રેમીઓ વિમ્બલ્ડન ખાતે ટેનિસની આ ભવ્ય રમતને માણવા દુનિયાભરમાંથી હાજરી આપી રહ્યા છે ત્યારે દેશના એક વિસ્તાર એવા ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભારતની એક આશાસ્પદ યુવા ટેનિસ ખેલાડીની તેના ઘરમાં બેરહેમીથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાનું કારણ જે સામે આવ્યું છે એ વધુ ચોંકાવનારું અને હેરાન કરનારું છે.

પિતા પર લાગ્યો હત્યાનો આરોપ

ભારતની એક યુવા ટેનિસ ખેલાડીની ગુરુગ્રામમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ ટેનિસ પ્લેયર કે જેનું નામ છે રાધિકા યાદવ તેની કરવામાં આવેલી નિર્મમ હત્યા બાદ આ હત્યાનો આરોપ તેના પિતા પર મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક યુવતીને 3 ગોળીઓ મારવામાં આવી છે અને હાલ આરોપી પિતાને પોલીસ વિભાગ તરફથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

શું છે હત્યા પાછળનું કારણ?

ગુરુગ્રામમાં ટેનિસ ખેલાડીની ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટના બાદ હાલ સમગ્ર વિસ્તાર સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગુરુગ્રામના સેક્ટર 57માં આવેલી એક સોસાયટી, સુશાંત લોક ફેઝ-2માં ઘટી છે. મળતી માહિતી મુજબ દીકરીની હત્યા કરવા પાછળનું કારણ ઘરમાં ચાલતા પારિવારિક ઝઘડા માનવામાં આવી રહ્યું છે. આરોપ લાગી રહ્યા છે કે દીકરીના પિતાએ ઘરમાં સતત ચાલતા ઘર કંકાશ અને માથાકૂટથી પરેશાન થઈને આ હત્યાને અંજામ આપ્યો છે. 

  • Follow us on: