વિમ્બલ્ડન 2025ની ફાઇનલ મેચ પૂર્ણ થઈ અને અને સાથે સાથે વિમ્બલ્ડનના ઇતિહાસને એક નવો યુવાન વિજેતા આપતી ગઈ. આ વિમ્બલ્ડન 2025 તેના ચાહકો માટે ખુબજ ખાસ રહી હતી કેમકે આ વખતે વિમ્બલ્ડનમાં જે મેજર અપસેટ અને ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા એ ખરા અર્થમાં રોચક રહ્યા હતા.


યાનિક સિનરે વિમ્બલ્ડન 2025નો ખિતાબ જીત્યો

વિશ્વ રમત ગમત જગતની સૌથી વધારે નામચીન રમત એટલે ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન. આ રમતનું દુનિયામાં એક અલગ પદ અને સ્થાન એટલા માટે રહ્યું છે કારણકે આ રમતને નિહાળવા માટેના પણ ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે હવે વિમ્બલ્ડન 2025ને તેનો વિજેતા મળી ગયો છે. ઇટાલીના યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાયેયલ આ રસપ્રદ ટેનિસ મેચમાં યાનિક સિનરે કાર્લોસ અલ્કારાઝને હરાવીને ટાઇટલ તેના નામે કર્યું છે.

સિનરે જીત્યો ચોથો ગ્રાન્ડ સ્લેમ

વિમ્બલ્ડન 2025ની ફાઇનલ મેચમાં વિશ્વના મહાન ખેલાડીઓ અને સેલેબ્રિટીઓ પણ કોર્ટ પર હાજર રહ્યા હતા, આ મેચમાં ઇટાલીના યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે ટાઇટલ માટે જોરદાર ટક્કર જામી હતી. આ જીત પહેલા યાનિક સિનરે એક જોરદાર મેજર અપસેટ સર્જ્યો હતો. યાનિક સિનરે ફાઇનલમાં આવતા પહેલા 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિચને હરાવીને દુનિયાને ચોંકાવી દીધા હતા. વિમ્બલ્ડન 2025ની ફાઇનલમાં તેણે કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો હતો.

સિનરને ઉપર રૂપિયાનો વરસાદ

વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સમાં ભવ્ય જીત બાદ યાનિક સિનરને ટાઇટલ સાથે એક મોટી ઇનામી રકમ પણ આપવામાં આવી હતી. યાનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે જામેલી ફાઇનલ જંગમાં સિનરને જીત બાદ 3,000,000 પાઉન્ડની ઇનામી રકમ મળી હતી જેની ભારતીય કિંમત 34 કરોડ રૂપિયાથી વધુ થાય છે જ્યારે કાર્લોસ અલ્કારાઝને પણ બીજા નંબરે રહેવા પર મોટી રકમ આપવામાં આવી છે. કાર્લોસ અલ્કારાઝને 1,520,000 પાઉન્ડની રકમ આપવામાં આવી છે જેની ભારતીય કિંમત 17 કરોડ રૂપિયા થાય છે.

  • Follow us on: