FIH હોકી વર્લ્ડ કપ 2026ના રોમાંચ વચ્ચે ક્રિકેટ અને બોલિવૂડનો જબરદસ્ત જમાવડો જોવા મળ્યો હતો. ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ ગ્રૂપ E મેચમાં ક્રિકેટ જગતના બે દિગ્ગજ ખેલાડીઓ ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટન સ્ટીવ વો સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચ્યા હતા. તેમની સાથે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન તેમજ હોકી લેજન્ડ્સ જેમી ડ્વાયર અને ટ્યુન ડી નૂઇજર પણ સ્ટેન્ડ્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિગ્ગજોની હાજરીથી મેદાનમાં ઉત્સાહ

રાહુલ દ્રવિડ,સ્ટીવ વો અને અભિષેક બચ્ચન યુરોપિયન T20 પ્રીમિયર લીગના પ્રમોશન અર્થે હાલ નેધરલેન્ડ્સમાં છે. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દિગ્ગજોની તસવીર શેર કરીને આ ખાસ પળની પ્રશંસા કરી હતી.મેચ બાદ અભિષેક બચ્ચને ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી

હોકી ઇન્ડિયાએ ફોટો શેર કર્યો

હોકી ઇન્ડિયાએ X પર આ ખાસ ક્ષણ શેર કરી. ભારત અને ઓસ્ટ્રેલિયાના આ બે દિગ્ગજોની તસવીર શેર કરતા તેમણે લખ્યું, 'ક્રિકેટ દિગ્ગજ સ્ટીવ વો અને રાહુલ દ્રવિડ, હોકી દિગ્ગજ જેમી ડ્વાયર અને ટ્યુન ડી નૂઇજર સાથે, ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેની મેચનો આનંદ માણ્યો.' જોકે, રાહુલ દ્રવિડ અને અભિષેક બચ્ચનની હાજરીથી ભારતીય હોકી ટીમનું નસીબ બદલાયું નહીં.

https://x.com/TheHockeyIndia/status/2091401825953939660?s=20


ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન

દિગ્ગજોની હાજરી છતાં ટીમ ઈન્ડિયાના નસીબે સાથ ન આપ્યો. નેધરલેન્ડ્સ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ટીમને 7 પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ ટીમ માત્ર એક જ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી શકી હતી. ચોથા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારત તરફથી એકમાત્ર ગોલ કર્યો હતો, પરંતુ તે જીત માટે પૂરતો નહોતો.

આ પણ વાંચો - VIDEO: મેસ્સીએ લાઈવ મેચ દરમિયાન વિરોધી ટીમના એક ખેલાડીને માર્યો થપ્પડ, MLSએ ફટકાર્યો દંડ

https://sandesh.com/sports/news/video-lionel-messi-slapped-an-opposing-player-during-a-live-match-mls-fined-him