એલેના રિબાકીનાએ યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમની મહિલા સિંગલ્સ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અરીના સબાલેન્કાને 6-4,5-7,6-2થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે જ રિબાકીના આગામી સપ્તાહે જાહેર થનારી રેન્કિંગમાં સબાલેન્કાને પછાડીને વિશ્વની નંબર-1 ખેલાડી બની જશે.
સબાલેન્કાનો 19 મેચોનો વિજયી રથ અટક્યો
ન્યૂયોર્કમાં પહેલી વખત રિબાકીનાએ યુએસ ઓપન ટાઈટલ જીત્યું છે. આ અગાઉ સબાલેન્કાએ સતત બે વર્ષ સુધી આ ખિતાબ જીત્યો હતો, પરંતુ આ વખતે રિબાકીનાએ તેની ટ્રોફી જીતવાની હેટ્રિક રોકી દીધી હતી. આ સાથે જ યુએસ ઓપનમાં સબાલેન્કાની સતત 19 મેચોથી ચાલી આવતી જીતની સિરીઝનો પણ અંત આવ્યો છે. રિબાકીનાની કારકિર્દીનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે, અને તેની આ વર્ષની બીજી મોટી ટ્રોફી છે. વિશેષ વાત એ છે કે, આ વર્ષે તેણે પોતાના બંને ગ્રાન્ડ સ્લેમ ખિતાબ સબાલેન્કાને હરાવીને જ જીત્યા છે, જેમાં વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલનો પણ સમાવેશ થાય છે.
https://twitter.com/usopen/status/2098908644318286315
ઈતિહાસની સૌથી મોટી ઈનામી રકમ મેળવી
ચૅમ્પિયન બનવાની સાથે જ રિબાકીનાને 5.5 મિલિયન ડૉલર (અંદાજે 46 કરોડ રૂપિયાથી વધુ)ની ઈનામી રકમ મળી છે, જે ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. આ સાથે જ રિબાકીનાના નામે આ વર્ષે ત્રણ ટાઈટલ થઈ ગયા છે. મૂળ રશિયાની પણ કઝાકિસ્તાન તરફથી રમતી રિબાકીનાએ 20222માં વિમ્બલ્ડન જીતીને પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ મેળવ્યું હતું. હવે તેને કેરિયર ગ્રાન્ડ સ્લેમ પૂરો કરવા માટે માત્ર ફ્રેંચ ઓપનની ટ્રોફી જીતવાની બાકી છે.
https://twitter.com/usopen/status/2098904994997059643
સબાલેન્કાનું હેટ્રિકનું સપનું રોળાયું
અરીના સબાલેન્કા સતત ત્રીજી વખત યુએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી હતી. જો તે જીતી ગઈ હોત તો 2012-2014 દરમિયાન સરેના વિલિયમ્સ બાદ સતત ત્રણ વખત આ ટ્રોફી જીતનારી પ્રથમ ખેલાડી બની ગઈ હોત. હાર બાદ નિરાશ સબાલેન્કાએ પોતાનું રેકેટ પણ તોડી નાખ્યું હતું. રનરઅપ તરીકે તેને 2.8 મિલિયન ડૉલરની ઈનામી રકમ મળી હતી.