ફૂટબોલ વર્લ્ડ કપની રોમાંચક મેચો બાદ હવે મેદાનની બહાર પણ એક મોટો વિવાદ છેડાયો છે.ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન કાઈલિયન એમ્બાપ્પે (Kylian Mbappe) અને પરાગ્વેના મહિલા સીનેટર સેલેસ્ટે અમરિલા (Celeste Amarilla) સામસામે આવી ગયા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પરાગ્વેના સીનેટરે એમ્બાપ્પે સામે કાનૂની પગલાં લેવાની અને જેન્ડર વાયોલન્સનો કેસ કરવાની ધમકી આપી દીધી છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16ની મેચમાં ફ્રાન્સની પરાગ્વે સામેની જીત બાદ થઈ હતી. મેચ પછી પરાગ્વેના સીનેટર સેલેસ્ટે અમરિલાએ એમ્બાપ્પે પર આકરા પ્રહારો કરતા તેને કોલોનાઇઝ્ડ કેમરૂનિયન અને ફ્રેન્ચ હોવાનો ડોળ કરનારો,ઘમંડી,નવો અમીર અને કદરૂપો કહ્યો હતો.અમરિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આખી મેચ દરમિયાન એમ્બાપ્પે અને તેની ટીમ ડરેલી હતી.

એમ્બાપ્પેનો પલટવાર

સીનેટરની આ નસ્લવાદી (Racist) ટિપ્પણી પર એમ્બાપ્પેએ આકરા શબ્દોમાં વળતો પ્રહાર કર્યો હતો.એમ્બાપ્પેએ અમરિલાને ઘૃણાસ્પદ મહિલા ગણાવીને કહ્યું કે તમે આ પદ માટે લાયક નથી.તમે પરાગ્વેનું પ્રતિનિધિત્વ નથી કરતા,કારણ કે તે દેશે આખા ટૂર્નામેન્ટમાં જુસ્સા અને સન્માન સાથે રમત બતાવી છે. તમારા ખુલ્લેઆમ નસ્લવાદને કારણે દુનિયા પરાગ્વેના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ભૂલી ગઈ છે અને તમારા જેવી અયોગ્ય મહિલાની છબી સામે આવી છે.હું દુનિયામાં નફરત ફેલાવવાની આઝાદી કોઈને નહીં આપું.

https://x.com/CelesteSenadora/status/2074328338580025478?s=20


સીનેટર અમરિલાનો બચાવ અને એમ્બાપ્પે સામે નારાજગી

એમ્બાપ્પેના જવાબ પછી, સીનેટર અમરિલાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો બચાવ કર્યો હતો.તેમણે સ્પષ્ટતા કરી કે તેમને ફ્રાન્સ દેશ સામે કોઈ વાંધો નથી,પરંતુ સમસ્યા માત્ર એમ્બાપ્પેના ઘમંડ સામે છે.અમરિલાએ લખ્યું,સમસ્યા તમારી અને મારી વચ્ચે છે.મેં ફ્રાન્સ સામે ક્યારેય કંઈ નથી કહ્યું.હું તો નાનપણથી ફ્રેન્ચ સ્કૂલમાં ભણી છું,ફ્રેન્ચ બોલું છું અને ફ્રાન્સમાં રજાઓ ગાળવી મને ગમે છે.તેમણે એમ્બાપ્પે પર આરોપ લગાવ્યો કે મેચ પહેલા એમ્બાપ્પેએ પરાગ્વેની ટીમની મજાક ઉડાવી હતી,જેના કારણે ગુસ્સામાં આવીને તેમણે એ પોસ્ટ લખી હતી,જોકે બાદમાં તેમણે એ પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.

લૈંગિક હિંસાનો આરોપ અને કાનૂની ધમકી

અમરિલાએ હવે એમ્બાપ્પે પાસે સાર્વજનિક માફીની માંગ કરી છે.તેમણે કહ્યું કે,તમે મને ઓળખતા નથી,તો તમે મને ઘટિયા કે નાકાબિલ કેવી રીતે કહી શકો? હું પરાગ્વેના હજારો લોકોના વોટથી ચૂંટાયેલી સીનેટર છું. આ સીધેસીધી લૈંગિક હિંસા અને રાજકીય હિંસા છે. તમે એક મહિલા હોવાના કારણે મારી નફરત કરી રહ્યા છો.સીનેટર અમરિલાએ અંતમાં ચીમકી આપતા લખ્યું છે કે,એમ્બાપ્પે પોતાનું નિવેદન પાછું ખેંચે અને માફી માંગે,નહીંતર તેઓ આ લૈંગિક હિંસા બદલ ફ્રેન્ચ કેપ્ટન સામે કાનૂની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો - FIFA World Cup 2026 : સ્પેને છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને 1-0 થી હરાવ્યું