ચેક રિપબ્લિકની 21 વર્ષીય ટેનિસ ખેલાડી લિન્ડા નોસ્કોવાએ વિમ્બલ્ડન 2026નો વુમન્સ સિંગલ્સ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી ફાઇનલ મેચમાં નવમી સીડ નોસ્કોવાએ પોતાની જ દેશવાસી અને પેરિસ ઓલિમ્પિકની ડબલ્સ પાર્ટનર કેરોલિના મુહોવાને 6-2, 5-7, 6-3થી હરાવી. વિમ્બલ્ડનના ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે બે ચેક ખેલાડીઓ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ. આ જીત સાથે જ નોસ્કોવાને લગભગ 38.5 કરોડ રૂપિયા (£3.6 મિલિયન)ની ઇનામી રકમ મળી અને તે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ 7મી રેન્કિંગ પર પહોંચી જશે.

4 વર્ષમાં ત્રીજી ચેક ચેમ્પિયન બની લિન્ડા નોસ્કોવા

લિન્ડા નોસ્કોવા છેલ્લા ચાર વર્ષમાં વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી ત્રીજી ચેક ખેલાડી બની ગઈ છે. આ પહેલા માર્કેટા વોન્ડ્રોસોવાએ 2023 અને બાર્બોરા ક્રેજિકોવાએ 2024માં આ ખિતાબ જીત્યો હતો.

https://x.com/Wimbledon/status/2075997653729476883?s=20


મેચ પોઇન્ટ ગુમાવ્યા પછી નોસ્કોવા ધ્રૂજવા લાગી હતી

મેચ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે નોસ્કોવા સરળતાથી જીત તરફ આગળ વધી રહી હતી. તે બીજા સેટમાં 6-2, 5-2થી આગળ હતી. આ પછી 10મી સીડ મુહોવાએ જોરદાર કમબેક કરી અને સતત 5 ગેમ જીતીને બીજો સેટ 7-5થી પોતાના નામે કરી લીધો. આ દરમિયાન દબાણમાં નોસ્કોવાની બોડી લેંગ્વેજ જોવા જેવી હતી. તે ભીડના અવાજથી બચવા માટે કાનોમાં આંગળીઓ નાખતી દેખાઈ અને ચેન્જઓવરના સમયે વિમ્બલ્ડનના ટુવાલમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. જોકે, ત્રીજા સેટમાં તેણે પોતાને સંભાળી અને જીતીને ઇતિહાસ રચી દીધો.

બે વર્ષ પહેલાં વિમ્બલ્ડન શરૂ થતા પહેલાં માતાને ગુમાવી હતી

જીત બાદ નોસ્કોવા કોર્ટ પર જ બેસી ગઈ અને ભાવુક થઈ ગઈ. ટ્રોફી મળ્યા બાદ સ્પીચ દરમિયાન તે રડી પડી. તેણે આકાશ તરફ જોતા ફ્લાઈંગ કિસ કરી અને પોતાની દિવંગત માતાને યાદ કરી. નોસ્કોવાએ કહ્યું, 'બે વર્ષ પહેલાં વિમ્બલ્ડનની શરૂઆત થતા પહેલાં મારી માતા ઇવાનાનું નિધન થયું હતું. હું તેમના વિના આજે અહીં ન હોત. હું મારા પિતાનો પણ આભાર માનવા માંગુ છું, જે મારા માટે ફ્લાઇટનો ડર હોવા છતાં અહીં મેચ જોવા આવ્યા.

ત્રીજા સેટમાં વાપસી કરી અને પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.

બધાની નજર ફાઇનલના ત્રીજા સેટ પર હતી, જ્યાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ બીજો સેટ ગુમાવ્યા બાદ આક્રમક રમત રમી અને શાનદાર વાપસી કરી, 6-3ના માર્જિનથી મેચ જીતી. નોસ્કોવા મેચ જીત્યા બાદ ખુશીમાં કોર્ટ પર ઢળી પડી. બધાની નજર હવે વિમ્બલ્ડન 2026 ના પુરુષોના ફાઇનલ પર છે, જ્યાં વિશ્વ નંબર 1 જેનિક સિનરનો મુકાબલો વિશ્વ નંબર 2 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે. ટાઇટલ મેચ 12 જુલાઈના રોજ રાત્રે 8:30 વાગ્યે IST પર શરૂ થશે.

આ પણ વાંચો - FIFA World Cup 2026 : ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિએ સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું