WWEની દુનિયામાં હાલમાં જે ઉસો અને જૈડા પાર્કર વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળોએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર લાંબા સમયથી બંનેના ડેટિંગને લઈને ચર્ચાઓ થઈ રહી છે, જોકે જે ઉસોએ અગાઉ આ અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમ છતાં, ફેન્સ દ્વારા શેર કરવામાં આવેલા એક નવા વીડિયોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
જે ઉસોએ ફગાવી હતી ડેટિંગની અફવાઓ
મંડે નાઈટ રો ના તાજેતરની એપિસોડ અને બ્લડલાઇન ફે્રેક્શન વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે, જે ઉસોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, "હું કોઈ સંબંધમાં નથી, તમે લોકોએ અફવાઓ ફેલાવવાનું બંધ કરવું જોઈએ." જોકે, તેમણે આ પોસ્ટમાં સીધી રીતે જૈડા પાર્કરનું નામ લીધું નહોતું, પરંતુ આ નિવેદન તે જ અફવાઓના સંદર્ભમાં જોવામાં આવ્યું હતું જે બંને વચ્ચે જોડાણ દર્શાવતી હતી.
https://x.com/WWEJEY_USO/status/2109766881104003179?s=20
WWE RAWની બહાર સાથે નજરે પડ્યા જે ઉસો અને જૈડા પાર્કર
તાજેતરમાં જ ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જે ઉસો અને જૈડા પાર્કર પાર્કિંગ લૉટમાં સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં જે ઉસો એક ક્ષણ માટે રોકાયાઈને પોતાની વચ્ચેની ઓન-સ્ક્રીન રાઇવલરીને યાદ કરતા રમતિયાળ અંદાજમાં નજરે પડે છે, જ્યારે ફેન્સ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
https://x.com/FlashCarter23_/status/2110137351653769425?s=20
WWEમાં હાલમાં બ્લડલાઇન અને '946' ફેક્શન વચ્ચે ચાલી રહેલી ટક્કરમાં જૈડા પાર્કર પણ સામેલ છે, જેણે આ સ્ટોરીલાઈનને વધુ રોમાંચક બનાવી દીધી છે. જોકે, બંને વચ્ચેના આ વાયરલ વીડિયો અને ઓન-સ્ક્રીન સ્ટોરીલાઈનને તેમના વાસ્તવિક જીવનના સંબંધો સાથે જોડવામાં ન આવે તેવી અપીલ પણ નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભારતમાં ફરી શરૂ થશે F1 રેસ ! બુદ્ધ સર્કિટના ટેકઓવર બાદ અદાણી ગ્રૂપની મોટી હલચલ