• ત્રીજી T20માં વિન્ડીઝ પાંચ વિકેટે જીત્યું
  • પૂરન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો
  • પૂરને 39 બોલમાં આક્રમક અણનમ 74 રન બનાવ્યા

સુકાની નિકોલસ પૂરને 39 બોલમાં નોંધાવેલા આક્રમક અણનમ 74 રનની મદદથી વેસ્ટ ઇન્ડિઝે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને 2-0થી શ્રેણી જીતી લીધી હતી.


નિકોલસ પૂરનની આક્ર્મંક બેટિંગ

બંને ટીમ વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે અધવચ્ચેથી પડતી મૂકવામાં આવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમે પાંચ વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન વિન્ડીઝે 10 બોલ બાકી રાખીને પાંચ વિકેટે 169 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા સુકાની પૂરને 39 બોલની ઇનિંગમાં પાંચ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત કેયલ મેયર્સે 38 બોલમાં બે બાઉન્ડ્રી અને પાંચ સિક્સર વડે 55 રન ફટકારીને ટીમ માટે વિજયનો પાયો નાખી દીધો હતો.


બાંગ્લાદેશનું ખરાબ પ્રદર્શન

લિટન દાસ (49) તથા એનામુલ હકે (10) ઓડિયન સ્મિથની ઓવરમાં 20 રન ફટકારીને બાંગ્લાદેશ માટે આક્રમક શરૂઆત કરી હતી. અફીફ હુસૈને રનઆઉટ થતા પહેલાં 38 બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 50 રન બનાવ્યા હતા. મહમુદુલ્લાહે 22 રનનું યોગદાન આપ્યું હતું. હેડન વોલ્સે 25 રનમાં બે વિકેટ ઝડપી હતી.   

  • Follow us on: