- 27 વર્ષીય ટેનિસ ખેલાડી નિક કિર્ગિઓસ ગુરુવારે કોર્ટમાં હાજર થયો
- એક્સ ગર્લફ્રેન્ડ ચિઆરા પાસરીએ મારપીટનો આરોપ લગાવ્યો હતો
- નિક કિર્ગિઓસે પોતાની ભૂલ સ્વીકારી લીધી
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નિક કિર્ગિઓસ વિવાદોમાં ઘેરાયેલો છે. કિર્ગિઓસ તેની રમત કરતાં વધુ તેના આક્રમકતા અને વિવાદાસ્પદ નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે. 'બેડ બોય'ની ઈમેજ ધરાવતા આ ખેલાડીને તેની એક્સ ગર્લફ્રેન્ડના કારણે કોર્ટના ચક્કર લગાવવા પડ્યા છે. ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે કિર્ગિઓસ પર મારાપીટનો આરોપ લગાવ્યો છે. કિર્ગિઓસે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.

ઘટનાના 10 મહિના બાદ પોલીસમાં ફરિયાદ
નિક કિર્ગિઓસ શુક્રવારે કોર્ટમાં હાજર થયો હતો. ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ચિઆરા પાસરીએ કિર્ગિઓસ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલો વર્ષ 2021નો છે. પાસરીએ આરોપ લગાવ્યો છે કે દલીલ બાદ કારમાંથી બહાર નીકળતી વખતે કિર્ગિઓસે તેને રસ્તા પર ધક્કો માર્યો હતો. જેના કારણે તેના ખભા અને ઘૂંટણમાં ઘણી ઈજા થઈ હતી. આ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ ઘટનાના 10 મહિના પછી ચિઆરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
ઘૂંટણની ઈજાથી કિર્ગિઓસ પરેશાન
આ કેસમાં 27 વર્ષીય કિર્ગિઓસ ગુરુવારે કોર્ટમાં હાજર થયો હતો. તેની સાથે તેની હાલની ગર્લફ્રેન્ડ કોસ્ટીન હેત્ઝી અને તેનો ભાઈ અને માતા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. અમેરિકાનો આ અનુભવી ખેલાડી હાલ ઘૂંટણની ઈજાથી પરેશાન છે. તેણે માનસિક સ્વાસ્થ્ય લઇ કોર્ટ પાસે સમય માંગ્યો હતો, પરંતુ તેનાથી તેને કોઈ ફાયદો થયો નહોતો. તે ક્રેચના સહારે કોર્ટમાં પહોંચ્યો હતો.

કિર્ગિઓસ હાલમાં હેત્ઝીને ડેટ કરી રહ્યો છે
હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 20માં નંબર પર રહેલો કિર્ગિઓસ હાલમાં કોસ્ટીન હેત્ઝીને ડેટ કરી રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરતા જોવા મળે છે. કિર્ગિઓસ અને હેત્ઝી એકસાથે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે.