- સુકાની રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ એવોર્ડ માટે નોમિનેટ
- ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બે-બે ખેલાડીઓ પણ એવોર્ડ માટે નોમિનેટ
- ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલનું પણ યાદીમાં સ્થાન
આઇસીસીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર નવ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે નોમિનેટ કર્યા છે જેમાં ચાર ભારતીય ખેલાડી સામેલ છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક રન બનાવનાર વિરાટ કોહલી તથા હાઇએસ્ટ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી ઉપરાંત ભારતીય સુકાની રોહિત શર્મા અને પેસ બોલર જસપ્રીત બુમરાહને શોર્ટલિસ્ટ કર્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (397 રન અને પાંચ વિકેટ), ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્ર (10 ઇનિંગ્સમાં 578 રન), ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા (22 વિકેટ, ત્રણ વખત ચાર-ચાર વિકેટ), સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક (10 મેચમાં 594 રન, 18 કેચ અને એક સ્ટમ્પિંગ), ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને (10 ઇનિંગ્સમાં 552 રન) પણ યાદીમાં સ્થાન મળ્યું છે.
વિરાટ કોહલી : કોહલીએ દસ મેચની 10 ઈનીંગ્સમાં 711 રન બનાવ્યા છે અને તે હાઇએસ્ટ રન સ્કોરર બન્યો છે. તેણે બાંગ્લાદેશ સામે અણનમ 103, ન્યૂઝીલેન્ડ સામે 95, સાઉથ આફ્રિકા સામે અણનમ 101 તથા ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં 117 રન બનાવ્યા હતા. તે આઠ મેચમાં 50 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યો છે.










