• ફિફા વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણમાં દીપિકા પાદુકોણ હાજર રહી

  • શારુખાન ફાઈનલ મેચના પ્રી-મેચ શોમાં જોવા મળ્યો
  • નોરા ફતેહીએ પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોને નચાવ્યા

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ આજે રમાઈ રહી છે જેમાં ફ્રાન્સ અને આર્જેન્ટીનાની ટીમો આમને-સામને છે. વિજેતા ટીમ ત્રીજી વખત ફીફા વર્લ્ડ કપનું ટાઇટલ કબજે કરશે. આ બ્લોકબસ્ટર મેચ પહેલા લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપના સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ સમાપન સમારોહમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું હતું. આ સિવાય સ્થાનિક ગીતકાર આઈશા, અમેરિકન સિંગર ડેવિડો, ઈરાકી સંગીતકાર રહમા રિયાદે પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.


સમારોહની શરૂઆત આયેશા અને ડેવિડોએ ફિફા વર્લ્ડ કપ થીમ સોંગ હૈયા-હૈયા (બેટર ટુગેધર) સાથે કરી હતી. ત્યારબાદ ઓઝુના અને ફ્રેન્ચ રેપર જીમ્સે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આ પછી નોરા ફતેહીનો વારો આવ્યો હતો કે જેણે પોતાના ડાન્સ મૂવ્સથી દર્શકોને નચાવ્યા હતા. ત્યારબાદ બાલ્કીસ, રહમા રિયાદ અને મોરોક્કન સિંગર મનલે 'લાઇટ ધ સ્કાય' ગીત પર પરફોર્મ કર્યું હતું.


ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું મેદાન પર અનાવરણ કરવામાં આવ્યું ત્યારે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ટ્રોફી સાથે જોવા મળી હતી. સ્પેનના પૂર્વ કેપ્ટન ઇકર કેસિયસ સાથે દીપિકા બંને ટીમોને ચીયર કરતી જોવા મળી હતી. આ દરમિયાન દીપિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.


આ સિવાય પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવેલા પીઢ અભિનેતા શાહરૂખ પણ ફાઈનલ મેચના પ્રી-મેચ શોમાં જોવા મળ્યા હતા. તેની સાથે આ શોમાં વેઇન રૂની જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ થયા હતા.

  • Follow us on: