• જોકોવિચે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો
  • રાફેલ નડાલના રેકોર્ડ 22 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની બરાબરી કરી
  • નોવાક જોકોવિચે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન પર કબજો કર્યો

અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે તાજેતરમાં વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. તેણે આ સમયગાળા દરમિયાન રાફેલ નડાલના રેકોર્ડ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની પણ બરાબરી કરી હતી. જોકોવિચે કુલ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ કબજે કર્યો.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચ ચેમ્પિયન

સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનો ફાયદો મળ્યો છે. અનુભવી ખેલાડી જોકોવિચ એટીપી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. જોકોવિચ ટોપ પર પહોંચ્યા બાદ કાર્લોસ અલ્કારાઝ બીજા નંબરે સરકી ગયો છે. બીજી તરફ આર્યન સબલેન્કાએ પણ મહિલા સિંગલ્સ કેટેગરીમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે.


ATP રેન્કિંગમાં જોકોવિચ નંબર વન

આ પહેલા જોકોવિચ પાંચમા ક્રમે હતો અને કોમ્પ્યુટરાઈઝ્ડ રેન્કિંગના 50 વર્ષના ઈતિહાસમાં ટોચના સ્થાને પહોંચવા માટે આ સૌથી મોટી છલાંગ છે. જોકોવિચની ટોચની રેન્કિંગ સાથે આ 374મું સપ્તાહ હશે. જોકોવિચે રવિવારે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને 6-3 7-6(4) 7-6(5)થી હરાવીને તેની 10મી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ અને રેકોર્ડ બરોબરીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.

ઇગા સ્વાઇટેક નંબર-1 મહિલા ખેલાડી

મહિલા વર્ગમાં ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ જીતનાર આર્યન સબલેન્કા WTA રેન્કિંગમાં પાંચમા સ્થાનેથી પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમે પહોંચી ગઈ છે. તે હવે ત્રણ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા ઇગા સ્વાઇટેકથી જ પાછળ છે. સબલેન્કાએ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં એલેના રાયબાકીનાને 4–6, 6–3, 6–4થી હરાવીને તેની કારકિર્દીનું સૌપ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું હતું.


રાફેલ નડાલ બીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગયો

ATP રેન્કિંગમાં અલ્કારાઝ બીજા સ્થાને સરકી ગયો છે જ્યારે સ્પેનિશ દિગ્ગજ ખેલાડી રાફેલ નડાલ બીજા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. સિત્સિપાસે જો કે એક સ્થાન સુધરીને ત્રીજા સ્થાને પહોંચ્યો છે. જો તેણે ફાઇનલમાં જોકોવિચને હરાવ્યો હોત તો તે રેન્કિંગમાં ટોચ પર આવી ગયો હોત.

  • Follow us on: