• અમે બે મેચ ગુમાવી છે, પણ હવે અમારે જીતવાનું શરૂ કરવું પડશે

  • તેમની ટીમ તે ટીમો સામે સારો દેખાવ કરવા માટે તૈયાર કમિન્સનો દાવો
  • ઓસ્ટ્રેલિયાનો ભારત સામેની પહેલી મેચમાં પરાજય થયો હતો

ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સને લાગે છે કે હવે તેમના માટે વનડે વર્લ્ડકપની દરેક મેચ ફાઇનલ જેવી બની ગઇ છે. જોકે, કમિન્સે દાવો કર્યો હતો કે તેમની ટીમ તે ટીમો સામે સારો દેખાવ કરવા માટે તૈયાર છે જેમની સામે અમારો હાલનો રેકોર્ડ સારો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો ભારત સામેની પહેલી મેચમાં પરાજય થયો હતો. જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ તેને 134 રને પરાજય આપ્યો હતો. હવે તેને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે લીગ રાઉન્ડની તમામ બાકીની સાત મેચમાંથી ઓછામં ઓછી છ મેચમાં જીત મેળવવી પડશે. કમિન્સનું માનવું છે કે તેમની ટીમે ગભરાવાની જરૂર નથી. શ્રીલંકા સામેની મેચની પૂર્વ સંધ્યાએ કમિન્સે કહ્યું હતું કે જો અમે 2019ના વર્લ્ડકપ પર ધ્યાન આપીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા જ એવી બે ટીમ હતી જેમણે અમને રોબિન રાઉન્ડમાં પરાજય આપ્યો હતો. ગયા વર્ષે પણ આ જ બે ટીમો હતી જેમણે અમને સૌથી વધારે તકલીફ આપી હતી. હવે અમારી પાસે એવી ટીમો સામે રમવાની તક છે જેમની સામે અમે છેલ્લા થોડા સમયથી રમ્યા નથી અને અમે તે ટીમો સામે આત્મવિશ્વાસ સાથે મેદાન પર ઉતરીશું.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ પહેલા ભારત સામેની વનડે સિરીઝમાં પણ ઓસ્ટ્રેલિયાએ પરાજયનો સામનો કરવો પડયો હતો. કમિન્સે કહ્યું હતું કે અમારી શરૂઆત સારી રહી નથી. હવે દરેક ખેલાડી અનુકૂળ પરિણામ માટે આતુર છે. અમે પહેલી બે મેચ ગુમાવી છે. હવે અમારે મેચ જીતવાનું શરૂ કરવું પડશે અને જલદી જ તેમ થશે. હવે અમારા માટે દરેક મેચ ફાઇનલ જેવી બની ગઇ છે.


  • Follow us on: