• સાઉથ આફ્રિકા સામે સંજુ સેમસેને સદી ફટકારી
  • સંજુ સેમસેને પ્રથમ વખત વનડેંમાં સદી ફટકારી
  • સેમસન ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે

સાઉથ આફ્રિકા સામે રમાયેલી ODI સિરીઝની ત્રીજી મેચમાં સંજુ સેમસને શાનદાર સદી ફટકારી હતી. ગુરુવારે (21 ડિસેમ્બર) રમાયેલી સિરીઝના નિર્ણાયક મેચમાં સંજુએ 114 બોલમાં 108 રનની ઇનિંગ રમી જેમાં 6 ફોર અને 3 સિક્સનો સમાવેશ થાય છે. આ સદી સાથે સંજુની કારકિર્દીને ચોક્કસપણે વેગ મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે પસંદગીકારો પર સવાલ ઉઠાવતા કહ્યું કે જોવાનું રહેશે કે ટીમ તેને તક આપશે કે નહીં?

ગંભીરે સંજુ અંગે આપી પ્રતિક્રિયા

સંજુ ભારતીય ટીમનો નિયમિત ભાગ નથી. તે ટીમની અંદર અને બહાર થતો રહે છે. ગંભીરનું કહેવું છે કે સદી બાદ પસંદગીકારો પર સંજુને ટીમમાં પસંદ કરવાનું દબાણ વધશે. તેણે કહ્યું કે સંજુને ODI ફોર્મેટમાં રમાડવો જોઈએ. 'સ્ટાર સ્પોર્ટ્સ' સાથે વાત કરતા ગંભીરે કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે તેની પાસે કેટલી પ્રતિભા છે. માત્ર અમે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ જેણે IPLમાં તેની ઇનિંગ્સ જોઈ છે તે જાણે છે કે તે કેટલો પ્રતિભાશાળી છે."

સંજુને ટીમમાં પસંદ કરવાનું દબાણ વધશે

આફ્રિકા વિરૂદ્ધ સંજુની સદી અંગે ગંભીરે કહ્યું, "તેની કારકિર્દી આ ઇનિંગથી ફરી શરૂ થઈ છે. જ્યારે તમે સદી ફટકારો છો, ત્યારે પસંદગીકારો માત્ર તમારાથી પ્રભાવિત નથી થતા પરંતુ તેમના પર તમને પસંદ કરવાનું દબાણ પણ છે." હવે જોવાનું રહેશે. ટીમ સંજુને કેટલી તક આપે છે, કારણ કે આગામી ODI વર્લ્ડ કપ માટે હજુ સમય છે."

ભારતનો ટોપ ઓર્ડર મજબૂત

ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને જણાવ્યું કે સેમસન ટીમ ઈન્ડિયા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. તેણે કહ્યું, "ભારતનો ટોપ ઓર્ડર હંમેશા મજબૂત રહ્યો છે, પરંતુ સેમસન ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે છે. આ ઇનિંગ સાથે સંજુએ તેની કારકિર્દીની ફરી શરૂઆત કરી છે."

  • Follow us on: