• આજે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ
  • બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
  • આજની મેચ વરસાદના કારણે ધોવાઇ શકે

'કુદરતનો નિયમ' એવો શબ્દ છે જેનો વારંવાર પાકિસ્તાની ક્રિકેટરો ઉપયોગ કરે છે. ગયા વર્ષે, જ્યારે પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું હતું, ત્યારે સાઉથ આફ્રિકા સામે નેધરલેન્ડની જીતે તેને અંતિમ ચારમાં ધકેલી દીધું હતું. આ દરમિયાન પાકિસ્તાનના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ખેલાડીઓએ કહ્યું કે કુદરતનો નિયમ પાકિસ્તાનને આગળ લઈ ગયો છે.

 કુદરત પાકિસ્તાન તરફેણ

આવું પાકિસ્તાન સાથે વારંવાર થતું રહ્યું છે. 1992માં જ્યારે પાકિસ્તાની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે પણ તે સેમીફાઈનલની રેસમાંથી બહાર હતી, પરંતુ કુદરતે તેની તરફેણ કરી અને પાકિસ્તાન માત્ર સેમીફાઈનલમાં જ નહોતું પહોંચ્યું પરંતુ ત્યાં પણ જીત મેળવી હતી. વર્લ્ડ કપ 2023માં પણ કંઈક આવું જ બન્યું છે. બે અઠવાડિયા પહેલા સેમિફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી પાકિસ્તાની ટીમ હવે ફરી આ રેસમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા બે સપ્તાહમાં એક પછી એક તમામ મેચોના સમીકરણો તેમની તરફેણમાં ગયા હતા અને હવે આજની ન્યુઝીલેન્ડ-શ્રીલંકા મેચમાં પણ કુદરત તેમના પક્ષમાં હોય તેવું લાગી રહ્યું છે.

મેચ રદ્દ થાય તો પાકિસ્તાનને ફાયદો

આજે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બેંગલુરુમાં મેચ રમાવાની છે. ન્યૂઝીલેન્ડ માટે સેમિફાઇનલની ટિકિટ મેળવવાની આ છેલ્લી તક છે. આજની મેચ મોટા અંતરથી જીતવાથી તેઓ અંતિમ ચારમાં પહોંચી જશે. નાની જીત અથવા હારના કિસ્સામાં, તેણે પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. પરંતુ જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે તો તે તેના માટે આફત બની રહેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવીને સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

બેંગલુરુમાં આજે વરસાદની શક્યતા

અહીં વરસાદની ચર્ચા છે કારણ કે આજે બેંગલુરુમાં વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન અહીં બે કલાકથી વધુ વરસાદ પડી શકે છે. મતલબ કે મેચ રદ્દ થવાની સંભાવના રહેશે. બેંગલુરુમાં આજે ભારે વરસાદ થવાની 90% સંભાવના છે. મેચ દરમિયાન, મોટાભાગના સમય માટે વાદળછાયું રહેશે અને ભેજ પણ રહેશે. આવી સ્થિતિમાં, આ વખતે પણ 'કુદરતનો નિયમ' પાકિસ્તાનને સેમિફાઇલમાં મોકલશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

  • Follow us on: