• ભારત-પાક.ની મેચની તારીખમાં થઈ શકે ફેરફાર
  • ICC નવા શિડ્યૂલની કરશે જાહેરાત
  • જય શાહે કર્યો ખુલાસો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં થનારા આગામી વનડે વર્લ્ડકપના શિડ્યૂલની જાહેરાત થોડા સમય પહેલાં જ કરી દીધી હતી. જેમાં 5 ઓક્ટોબરે શરૂ થનારી આ ઈવેન્ટના કાર્યક્રમમાં હવે ફેરફાર થવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2-3 ક્રિકેટ બોર્ડે શિડ્યૂલ બદલવા અંગે કહ્યું છે. જેથી ટુંક સમયમાં નવી જાહેરાત કરવામાં આવશે.
ભારતીય ટીમ 8 ઓક્ટોબરે પ્રથમ મેચ રમશે
ભારતીય ટીમ આગામી વનડે વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈના મેદાન પર રમશે. આ ઉપરાંત પાકિસ્તાન વિરુદ્ધ 15 ઓક્ટોબરે થનારા મેચની તારીખમાં ફેરફાર થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈ BCCI સચિવ જય શાહે નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થશે, તો એકથી વધુ મેચની તારીખમાં ફેરફાર થશે.
15 ઓક્ટોબરે નવરાત્રી
15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. બીજી તરફ 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. જેથી સુરક્ષા એજન્સીઓએ આ મેચની તારીખમાં ફેરફાર કરવા અંગે કહ્યું છે. જેના પર હવે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.
માત્ર તારીખમાં થશે ફેરફાર
BCCI તરફથી જય શાહે નિવેદન આપ્યું કે, ભારત-પાકિસ્તાન મેચના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે, તો માત્ર તારીખમાં ફેરફાર થશે. સ્થળમાં ફેરફાર કરવામાં આવશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં ICC નવા શિડ્યૂલની જાહેરાત કરશે.
  • Follow us on: