- આ એક્ઝિબિશન પેરિસના સાતમા એરોન્ડિસમેન્ટના ટાઉન હોલમાં યોજાશે
- એક્ઝિબિશન પેરિસ ઓલિમ્પિકના અંત સુધી ચાલશે
- આ પ્રદર્શનનું ઉદ્ઘાટન જેએસડબ્લ્યૂ ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું
ઓલિમ્પિક 2024ના યજમાન દેશ ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક મૂવમેન્ટના સ્થાપક પિયેર દ કુબર્ટિનના જીવન તથા ઓલિમ્પિકમાં ભારતની 100 વર્ષની ભાગીદારીના સંદર્ભમાં જેએસડબ્લ્યૂ ગ્રૂપ દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જેએસડબ્લ્યૂ ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલ અને ઇન્સ્પાયર ઇન્સ્ટિટયૂટ ઓફ સ્પોટસના સ્થાપક પાર્થ જિંદાલની સાથે આઇઓસી પ્રમુખ થોમસ બાક, સંસ્કૃતિ પ્રધાન રચિદા દાતી, ફ્રાન્સ ખાતેના ભારતના રાજદૂત જાવેદ અશરફ તથા પિયેર દ કુબર્ટિન ફેમિલી એસોસિયેશનના પ્રમુખ એલેકઝાન્ડ્રા ધ નેવેસીલ હાજર રહ્યા હતા. આ એક્ઝિબિશન પેરિસના સાતમા એરોન્ડિસમેન્ટના ટાઉન હોલમાં યોજાશે અને પેરિસ ઓલિમ્પિકના અંત સુધી ચાલશે.










