- દ્રવિડે ફેન વોલ ઉપર 'ચક દે ઇન્ડિયા' લખ્યું, પેરિસ ઇન્ડિયા હાઉસમાં હાજરી આપી
- દ્રવિડે જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં ક્રિકેટ સંબંધી મેં ડ્રેસિંગરૂમમાં ગંભીર ચર્ચાઓ સાંભળી છે
- ક્રિકેટર્સ ગેમ્સ વિલેજ અને વિશ્વના સૌથી મોટા રમતોના મહાકુંભનો હિસ્સો પણ બનવા માગે છે
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમનો હેડ કોચ રાહુલ દ્રવિડ હાલમાં પેરિસ ઓલિમ્પિકની વિવિધ રમતોનો આનંદ માણી રહ્યો છે.
દ્રવિડે મેન્સ ડબલ્સ ટેનિસ અને હોકીની મેચો નિહાળી હતી. પેરિસ ખાતે ઇન્ડિયા હાઉસમાં ચર્ચા દરમિયાન દ્રવિડે આઈસીસી સીઇઓ જ્યોફ એલાર્ડિસ સાથે હાજરી આપી હતી. દ્રવિડે જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં ક્રિકેટ સંબંધી મેં ડ્રેસિંગરૂમમાં ગંભીર ચર્ચાઓ સાંભળી છે. 2028ની લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે તે શાનદાર બાબત છે. ક્રિકેટર્સ પણ ગોલ્ડ મેડલ જીતીને પોડિયમ ઉપર ઊભા રહેવા માગે છે. ક્રિકેટર્સ ગેમ્સ વિલેજ અને વિશ્વના સૌથી મોટા રમતોના મહાકુંભનો હિસ્સો પણ બનવા માગે છે. તેઓ વિશ્વભરના એથ્લેટ્સને મળવા માગે છે.










