• બિન્દ્રા 2008ની બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો

  • આ એવોર્ડ પ્રાપ્ત કરવો એ મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત: અભિનવ બિન્દ્રા
  • 1975માં સ્થાપિત ઓલિમ્પિક ઓર્ડર ઓલિમ્પિક આંદોલનનો સર્વોચ્ચ એવોર્ડ છે

ભારતના દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક આંદોલનમાં તેમના વિશેષ યોગદાન માટે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયો છે. અભિનવ બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરીને ભારત માટે પહેલો વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર ખેલાડી બન્યા હતા.

બિન્દ્રાને શનિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઇઓસી)એ પોતાના 142મા સત્ર દરમિયાન આ સન્માન પ્રદાન કર્યુ હતું. બિન્દ્રાએ કહ્યું હતું કે જ્યારે હું નાનો હતો ત્યારે આ ઓલિમ્પિક રિંગ્સ જ હતી જેમણે મારા જીવનને અર્થ આપ્યો હતો અને બે દાયકા કરતા વધારે સમય સુધી પોતાના ઓલિમ્પિક સ્વપ્નને પૂર્ણ કરવામાં સક્ષમ થવું મારા માટે સૌભાગ્યની વાત છે. ખેલાડી તરીકે પોતાની કેરિયર બાદ ઓલિમ્પિક આંદોલનમાં ફાળો આપવાનો પ્રયાસ કરવો મારા માટે એક પેશન હતું. અને આ એવોર્ડ પ્રાપ્ત કરવો એ મારા માટે સૌભાગ્ય અને સન્માનની વાત છે.

આઇઓસી ખેલાડી પંચના ઉપપ્રમુખ 41 વર્ષીય બિન્દ્રાએ કહ્યુ હતું કે આ એવોર્ડ મને વધારે મહેનત કરવા અને ઓલિમ્પિક આંદોલનમાં વધારે પ્રદાન કરવા માટે પ્રેરિત કરશે. 1975માં સ્થાપિત ઓલિમ્પિક ઓર્ડર ઓલિમ્પિક આંદોલનનો સર્વોચ્ચ એવોર્ડ છે. તે ઓલિમ્પિક આંદોલનમાં વિશેષ યોગદાન બદલ આપવામાં આવે છે. બિન્દ્રા સિડની 2000થી પાંચ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. તેણે 2005ની એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેઇજિંગ ઓલિમ્પિકમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. બિન્દ્રા 2018થી આઇઓસી ખેલાડી પંચના સભ્ય છે.


  • Follow us on: