• ફ્રાન્સમાં કિસ દ્વારા અભિવાદન કરવું તે પરંપરા હોવા છતાં વિવાદને છંછેડયો

  • વીડિયોને લોકોએ સોશિયલ મીડિયામાં 43 લાખ કરતાં વધારે વખત નિહાળાયો
  • ફ્રાન્સમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સ દરમિયાનની કેટલીક તસવીરોએ વિવાદ સર્જ્યો

ફ્રાન્સમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સ દરમિયાનની કેટલીક તસવીરોએ વિવાદ સર્જ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોંએ અને રમતમંત્રી એમિલી ઔડિયાનો કિસ કરતી તસવીર તથા વીડિયો મોટી માત્રામાં વાઇરલ થયો છે. ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ રમતમંત્રીને મળીને તેમને ચુંબન કરીને તેમનું સ્વાગત કર્યું હતું.

આ તસવીર માત્ર ફ્રાન્સ નહીં પરંતુ વિશ્વભરના સોશિયલ યૂઝર્સનું ધ્યાન ખેંચી રહી છે. ઓપનિંગ સેરેમની દરમિયાન એમિલી મેક્રોંના ગળાના ભાગ ઉપર હાથ મૂકીને ચુંબન કરતી જોવા મળી હતી. બંનેની પાસે જ ફ્રાન્સના પ્રધાનમંત્રી ગેબ્રિયલ અટાલ પણ ઉભા હતા. તેમણે પણ આ બાબતને ધ્યાનથી નિહાળી હતી. મેક્રોં અને એમિલીની ચુંબન કરતી તસવીર અને વીડિયોને લોકોએ સોશિયલ મીડિયામાં 43 લાખ કરતાં વધારે વખત નિહાળી છે. નોંધનીય છે કે વિદેશમાં ખાસ કરીને ફ્રાન્સમાં કિસ કરીને અભિવાદન કરવું તે સામાન્ય પરંપરા છે પરંતુ આ ચુંબને યૂઝર્સને ચકિત કરી દીધા છે. કેટલાકે ટીકા કરી હતી કે બંને રાષ્ટ્રપતિ અને મંત્રીને લાયક નથી.


  • Follow us on: