- વિમેન્સ ટેનિસ : ગોફનો વેકિચ સામે 7-6, 6-2થી પરાજય થયો
- કોકો ગોફે અમ્પાયર સાથે દલીલબાજી કરી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી
- વિમેન્સ સિંગલ્સના મુકાબલામાં 13મી ક્રમાંકિત ડોના વેકિચે ગોફને 7-6 (7), 6-2થી હરાવી હતી
ગોલ્ડ મેડલ માટેની પ્રબળ દાવેદાર ગણાતી અમેરિકાની યુવા ખેલાડી કોકો ગોફને મેચ દરમિયાન ચેર અમ્પાયરે આપેલા ખોટા નિર્ણયની મોટી કિંમત ચૂકવવી પડી હતી અને તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઇ હતી.
કોકો ગોફે અમ્પાયર સાથે દલીલબાજી કરી હતી પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. વિમેન્સ સિંગલ્સના મુકાબલામાં 13મી ક્રમાંકિત ડોના વેકિચે ગોફને 7-6 (7), 6-2થી હરાવી હતી. અન્ય મુકાબલામાં પોતાની છેલ્લી ઓલિમ્પિક રમી રહેલી એન્જલિક કેબરે કેનેડાની 16મી ક્રમાંકિત લૈલા ફર્નાન્ડીઝને 6-4, 6-3થી, છઠ્ઠી ક્રમાંકિત કિનવેન ઝેંગે ઇમા નવારોને પ્રથમ બે સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-7 (7), 7-6 (4), 6-1થી તથા ડેનિલી કોલિન્સે કેમિલા ઓસોરિયોને 6-0, 4-6, 6-3ના સ્કોરથી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.










