- નીરજે શ્રીજેશને ધ્વજવાહક બનાવવાની IOAને ભલામણ કરી
- પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે પાંચ મેડલ હાંસલ કર્યા છે
- નીરજ ચોપરા એકમાત્ર સિલ્વર મેડલ વિજેતા એથ્લેટ છે
પેરિસ ઓલિમ્પિક 2024 તેના સમાપન તરફ આગળ વધી રહી છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે પાંચ મેડલ હાંસલ કર્યા છે જેમાં ચાર બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.નીરજ ચોપરા એકમાત્ર સિલ્વર મેડલ વિજેતા એથ્લેટ છે. બીજીતરફ મનુ ભાકરે બે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
સ્વપ્નિલ કુસાલેએ પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક 2024ની ક્લોઝિંગ સેરેમની 11 ઓગસ્ટને રવિવારે યોજાશે. બ્રોન્ઝ મેડલિસ્ટ મનુ ભાકર ભારતની મહિલા ધ્વજવાહક બનશે જ્યારે મેન્સ ધ્વજવાહકના રૂપમાં ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને સ્થાન અપાયું છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં શૂટર મનુ ભાકર અને હોકી ગોલકીપર શ્રીજેશ ભારતના ધ્વજવાહક હશે. સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા પણ ધ્વજવાહક બનવાની રેસમાં હતો પરંતુ તેને આ સન્માન હોકી ગોલકીપર શ્રીજેશને આપવા માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની પ્રમુખ પીટી ઉષાને ભલામણ કરી હતી.










