• સિડનીએ છઠ્ઠી વખત પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો, કોકરેલને સિલ્વર મેડલ

  • પેરિસ ઓલિમ્પિકની વિમેન્સ 400 મીટર રેસમાં આ તેનો સતત બીજો ગોલ્ડ મેડલ છે
  • ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન નેધરલેન્ડ્સની ફેમકે બોલ 52.15 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી

અમેરિકાની સિડની મેકલાફલિન લેવરોને પોતાની કારકિર્દીમાં એક વધુ ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. પેરિસ ઓલિમ્પિકની વિમેન્સ 400 મીટર રેસમાં આ તેનો સતત બીજો ગોલ્ડ મેડલ છે. તેણે ગોલ્ડ પોતાના નામે કરવા ઉપરાંત છઠ્ઠી વખત પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો હતો.

તેણે 50.37 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી હતી અને તે સાથી રનર તથા સિલ્વર મેડાલિસ્ટ એન્ના કોકરેલ કરતાં 1.50 સેકન્ડ આગળ રહી હતી. ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન નેધરલેન્ડ્સની ફેમકે બોલ 52.15 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી અને તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સિડનીએ જૂન મહિનામાં ઇગ્વેને ખાતે યોજાયેલી યુએસ ઓલિમ્પિક ટ્રાયલ્સમાં 50.65 સેકન્ડનો સમય હાંસલ કરીને નવો રેકોર્ડ ટાઇમિંગ નોંધાવ્યો હતો જેને તેણે પેરિસમાં તોડી નાખ્યો હતો. આ ઇવેન્ટમાં સિડની છેલ્લા પાંચ વર્ષથી અજેય છે અને તેણે વિમેન્સ 400 મીટર હર્ડલમાં ગ્રેટેસ્ટ એથ્લેટ તરીકેની સિદ્ધિ મેળવી હતી.


  • Follow us on: