- ડુપ્લાન્ટિસે 6.025 મીટરની ઊંચાઈનો જમ્પ મારીને ટોક્યો ગેમ્સનો રેકોર્ડ બ્રેક કર્યો
- 80 હજાર પ્રેક્ષકોની સાથે સ્વીડનના રાજા અને રાણી ડુપ્લાન્ટિસની સિદ્ધિના સાક્ષી બન્યા
- તેણે 2019માં 6.17 મીટરની હાઇટનો જમ્પ મારીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો
સ્વીડનના આર્મન્ડ ડુપ્લાન્ટિસે પોતાના જાદુઈ પ્રદર્શનને જારી રાખીને પોલ વોલ્ટમાં નવમી વખત રેકોર્ડ નોંધાવીને પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
એથ્લેટિક્સમાં દિવસના અંતે ઇવેન્ટ પૂરી થવાના આરે હતી ત્યારે ડુપ્લાન્ટિસે સ્ટેડ ડી ફ્રાન્સમાં 80 હજાર પ્રેક્ષકો સામે 6.025 મીટરનો જમ્પ મારીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો હતો. ઓલિમ્પિકમાં તેણે આ સિદ્ધિ પ્રથમ વખત મેળવી છે. લુસિયાનામાં જન્મેલો 24 વર્ષીય ડુપ્લાન્ટિસ પોતાના માતાના મૂળ દેશ સ્વીડન માટે પ્રતિસ્પર્ધા કરે છે. સ્વીડનના રાજા અને રાણી પણ ડુપ્લાન્ટિસની સિદ્ધિના સાક્ષી બન્યા હતા. સતત બીજો ગોલ્ડ મેડલ જીતીને તથા એક સેન્ટિમીટરના માર્જિનથી નવમી વખત રેકોર્ડ તોડીને ડુપ્લાન્ટિસે હવે આ ઇવેન્ટમાં દિગ્ગજ એથ્લેટ સર્ગેઇ બુબકાની લગભગ બરોબરી કરી લીધી છે.










