- અધિકારીએ ઘ્વજને લહેરાવાની સાથે સત્તાવાર રીતે ઓલિમ્પિકનો પ્રારંભ થયો હતો
- ભારતની પીવી સિંધુ અને શરથ કમલ ધ્વજવાહક હતી.
- આસમાનમાં સ્પેશિયલ નાના વિમાન દ્વારા પિંક સ્મોક દ્વારા હાર્ટ બનાવવામાં આવ્યું હતું
પેરિસ ઓલિમ્પિકની શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. સમારંભના અંત ભાગમાં સીન નદીના કિનારે ધાતુથી બનાવવામાં આવેલા એક મેટલ હોર્સે તમામનું ધ્યાન ખેંચ્યું હતું.
આ હોર્સરાઇડર મહિલા ફ્લોરિયન ઇસ્સર્ટ હતી જે નેશનલ જેન્ડરમેરી માટે એક બિન-કમિશન અધિકારી હતી. તે સીન નદી ઉપર મેટલ હોર્સ ઉપર સવારી કર્યા બાદ લાંબા સ્ટેજ ઉપર ઓલિમ્પિક ધ્વજ લઈને આવી હતી જે તેણે એક અધિકારને સોંપ્યો હતો. અધિકારીએ ઘ્વજને લહેરાવાની સાથે સત્તાવાર રીતે ઓલિમ્પિકનો પ્રારંભ થયો હતો. ફ્રાન્સનો ટેનિસ સ્ટાર રફેલ નાદાલ ગેમ્સની ટોર્ચ લઈને સ્ટેજ ઉપર પહોંચ્યો હતો અને તેણે ભૂતપૂર્વ ફૂટબોલર જિનેદિન જિદાનને ગળે મળીને તેને ટોર્ચ આપી હતી. ટેડી રેનર અને મેરી જોસ પેરેકે ઓલિમ્પિક મશાલ સળગાવી હતી. એફિલ ટાવર ઉપર લેઝર-શૉ દેખાડવામાં આવ્યો હતો જેના કારણે ઓપનિંગ સેરેમની વધારે ભવ્ય બની હતી. ભારતની પીવી સિંધુ અને શરથ કમલ ધ્વજવાહક હતી. પરેડમાં બ્રિટનના ધ્વજવાહક હેલેન ગ્લોવર તથા ટોમ ડેલીએ ટાઇટેનિક પોઝ આપીને તમામનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આસમાનમાં સ્પેશિયલ નાના વિમાન દ્વારા પિંક સ્મોક દ્વારા હાર્ટ બનાવવામાં આવ્યું હતું. જાણીતી સિંગર એરિયાન ગ્રાન્ડેએ ઓપનિંગ સેરેમનીમાં ગુલાબી ડ્રેસ પહેર્યો હતો અને તેણે પોતાના પ્રોગ્રામ દ્વારા તમામને મુગ્ધ કર્યા હતા.










