- તાઇવાનના એથ્લેટ્સે પેરિસ ગેમ્સમાં બે ગોલ્ડ સહિત સાત મેડલ્સ જીત્યા છે
- એથ્લેટ્સનો આભાર માનાવ માટે ઓછામાં ઓછા ત્રણ એફ-16 જેટનો ઉપયોગ કરાયો
- વિજેતાઓનું સ્વાગત કરવા માટે આકાશમાં આગની લહેરો પણ છોડી હતી
તાઇવાને મંગળવારે તાઇપેઇમાં આવનારા વિમાનને સુરક્ષિત રાખવા માટે એફ-16 ફાઇટર જેટ્સને તૈનાત કરીને ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર લિન યૂ ટિંગ સહિત પોતાના ઓલિમ્પિક એથ્લેટ્સને શાનદાર સન્માન આપ્યું હતું.
નેશનલ સિક્યુરિટી મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ માટે બે ગોલ્ડ અને પાંચ બ્રોન્ઝ સહિત કુલ સાત મેડલ્સ જીતીને દેશને ગૌરવ અપાવનાર એથ્લેટ્સનો આભાર માનાવ માટે ઓછામાં ઓછા ત્રણ એફ-16 જેટનો ઉપયોગ કરાયો હતો. તાઇવાનના એથ્લેટ્સ મંગળવારે સવારે પેરિસથી પરત ફરી રહેલા ઇવીએ એર ચાર્ટર ફાઇનલમાં મુસાફરી કરી રહ્યા હતા.ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી તસવીરોમાં ત્રણ એફ-16 ફાઇટર્સ તાઓયુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એથ્લેટ્સનું વિશેષ સન્માન કરતા દેખાડવામાં આવ્યા છે. જેટ વિમાનોએ સવારે 5:00 વાગ્યે એરબેઝથી ઉડાણ ભરી હતી અને હવામાં જ ઇવીએ ફ્લાઇટ સાથે જોડાઇ ગયા હતા. વિજેતાઓનું સ્વાગત કરવા માટે આકાશમાં આગની લહેરો પણ છોડી હતી. એથ્લેટ્સની સાથે વિમાન સવારે 7:10 કલાકે તાઇપેઇમાં લેન્ડ થયું હતું.










