• મહિલા ખેલાડી મનિકા બત્રા પાસે ઓલિમ્પિકમાં રમવાનો અનુભવ

  • ભારતીય વિમેન્સ ટીમને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરાવવામાં મનિકાની મહત્ત્વની ભૂમિકા
  • મારો વાસ્તવિક ટાર્ગેટ મેડલ માટે પડકાર ફેંકવાનો છે પરંતુ હું ધીમે ધીમે આગળ વધીશ: મનિકા

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં સામેલ ટેબલટેનિસની ઇવેન્ટમાં મેડલની આશા છે. મહિલા ખેલાડી મનિકા બત્રા પાસે ઓલિમ્પિકમાં રમવાનો અનુભવ છે પરંતુ તેણે ટોક્યો ઓલિમ્પિકમાં અપેક્ષા મુજબનો દેખાવ કર્યો નહોતો.

મનિકાએ જણાવ્યું હતું કે તે પેરિસ ગેમ્સમાં ટોક્યાવાળી ભૂલો કરશે અને આ વખતે એક પછી એક મેચ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત પેરિસમાં ટેબલટેનિસની વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટમાં મેડલની દાવેદારી રજૂ કરશે. મનિકાએ ભારતીય વિમેન્સ ટીમને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરાવવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. મનિકાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં મેડલ જીતવો તે મારા વિચારોમાં નહોતો. મારા સાથે ખેલાડીઓ પાસેથી મેં ઘણી બાબતો શીખી છે. ટોક્યો ગેમ્સમાં મેં જે ભૂલો કરી હતી તેનું હવે હું પુનરાવર્તન કરીશ નહીં. મેં મારી માનસિકતા બદલી નાખી છે. હું વધારે શાંત બની છું અને મારામાં વધારે વિશ્વાસ પેદા થયો છે. મારો વાસ્તવિક ટાર્ગેટ મેડલ માટે પડકાર ફેંકવાનો છે પરંતુ હું ધીમે ધીમે આગળ વધીશ.


  • Follow us on: