• મિચેલ માર્શે પાકિસ્તાન સામેની મેચમાં પોતાની વનડે કેરિયરની બીજી સદી ફટકારી

  • માર્શે વોર્નર સાથે મળીને પહેલી વિકેટ માટે 259 રનની ભાગીદારી
  • વર્લ્ડકપમાં પોતાના જન્મદિવસે સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શે વર્લ્ડ કપની પાકિસ્તાન સામેની મેચમાં પોતાની વનડે કેરિયરની બીજી સદી ફટકારી હત. માર્શે વોર્નર સાથે મળીને પહેલી વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી જેના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી. મિચેલે પોતાના 33મા જન્મદિવસે આ સદી ફટકારી હતી. આ રીતે તે વર્લ્ડકપમાં પોતાના જન્મદિવસે સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં 2011ના વર્લ્ડ કપ દરમિયાન પલ્લેકેલેના મેદાન પર ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે પોતાના જન્મદિવસના રોજ પાકિસ્તાન સામે અણનમ 131 રનની ઇનિંગ રમી હતી. વર્લ્ડકપમાં જન્મદિવસના રોજ ખેલાડી દ્વારા ફટકારાયેલી તે પહેલી સદી હતી.

જન્મદિવસે સદી ફટકારનાર ખેલાડી

  • 140 લાથમ વિરુદ્ધ એનઈડી, 2022 (30મો જન્મદિવસ)
  • 134 સચિન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 1998 (25મો જન્મદિવસ)
  • 131-રોસ ટેલર વિરુદ્ધ પાક., 2011 (27મો જન્મદિવસ)
  • 130-જયસૂર્યા વિરુદ્ધ બાંગ્લાદેશ (2008 (39મો જન્મદિવસ)
  • 121-માર્શ વિરુદ્ધ પાક., 2023 (33મો જન્મદિવસ)
  • 100-કાંબલી વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1993 (21મો જન્મદિવસ)


  • Follow us on: