- 19મી એશિયન ગેમ્સની શરુઆત થઈ ગઈ છે
- મણિપુરની રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો
- ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ સહિત 24 મેડલ જીત્યા
એશિયન ગેમ્સના 5માં દિવસે ભારતને ફરી એકવાર તેના ખેલાડીઓ પાસેથી મેડલની આશા રહેશે. એશિયન ગેમ્સના પાંચમા દિવસે ભારતે મજબૂત શરૂઆત કરી છે. રોશિબિના દેવીએ વુશુમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી શૂટિંગ 10 મીટર એર ટ્રેક ટીમ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મળ્યો. એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં ભારતે 6 ગોલ્ડ સહિત કુલ 24 મેડલ જીત્યા છે. આ વખતે ટીમનો ટાર્ગેટ 100 મેડલનો છે.
મણિપુરની રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો
વુશુઃ રોશિબિના દેવી વુશુ સાન્ડાની ફાઈનલ મેચ હારી ગઈ છે. ચીનની વુએ ફાઈનલ મેચ 2-0થી જીતી હતી. આ સ્થિતિમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો. રોશિબિના દેવીએ 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શૂટિંગઃ એશિયન ગેમ્સ 2023માં ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો છે. ભારતને આ મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે આ ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે. ભારતીય ત્રિપુટીએ 1734 પોઈન્ટ બનાવ્યા. ચીનને 1733 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મળ્યો છે.

વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં સરબજોત અને અર્જુન
ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરબજોત અને અર્જુને ફાઈનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. સરબજોત 580 પોઈન્ટ સાથે 5મા અને અર્જુન 578 પોઈન્ટ સાથે 8મા ક્રમે છે. શિવાએ 576 પોઈન્ટ મેળવ્યા અને 14મા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.
પીવી સિંધુ માટે આસાન જીત
ભારતે મંગોલિયા સામે મહિલા બેડમિન્ટનની પ્રથમ સિંગલ્સ મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. સિંધુએ શરૂઆતી ગેમ 21-2થી સરળતાથી જીતી લીધી હતી. ભારતીય શટલરે પ્રથમ મેચ 21-2, 21-3થી સમાપ્ત કરી હતી. ભારત 1-0થી આગળ છે.
ચોથા દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન
એશિયન ગેમ્સ 2023માં બુધવારે ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ દિવસે ભારતને 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. અત્યાર સુધી ભારતના નામે 5 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ છે.