- પાકિસ્તાનની હારમાં ખરાબ બેટિંગ જવાબદાર
- શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો
- ભારતીય પત્રકારો પર રમીઝ રાજા અકળાયા
એશિયા કપ 2022માં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચમાં શ્રીલંકાએ 23 રને જીત મેળવી અને છઠ્ઠી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો. પાકિસ્તાનની હાર બાદ જ્યારે પત્રકારો પીસીબીના સીઈઓ અને પૂર્વ ક્રિકેટર રમીઝ રાજા પાસે સવાલ-જવાબ કરવા ગયા તો તેમણે ભારતીય પત્રકાર સાથે ખરાબ વર્તન કર્યું.
ભારતીય પત્રકારો પર રમીઝ રાજા અકળાયા
એશિયા કપ 2022ની ફાઈનલ બાદ જ્યારે ભારતીય પત્રકારે રમીઝને પૂછ્યું કે, શું પાકિસ્તાનના લોકો હારથી દુ:ખી છે. તો તમે તેમને શું સંદેશ આપશો? આ સવાલના જવાબમાં રમીઝે કહ્યું, “તમે ભારતના હશો? તમે બહુ ખુશ હશો..? આટલું જ નહીં, રમીઝ રાજા થોડા ડગલાં આગળ વધીને સવાલ પૂછનાર પત્રકારનો મોબાઈલ ફોન પણ છીનવી લેતા જોવા મળ્યા હતા. આ વીડિયો ટ્વિટર પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનની હારમાં ખરાબ બેટિંગ જવાબદાર
એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું. પાકિસ્તાનની ટીમની હારમાં નબળી ફિલ્ડિંગ અને ખરાબ બેટિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને એક સમયે શ્રીલંકાના 60 રનની અંદર પાંચ ખેલાડીઓને આઉટ કર્યા હતા અને તેણે મેચમાં મજબૂત પકડ બનાવી લીધી હતી.જે થયું તેની કલ્પના પણ પાકિસ્તાની ચાહકો કરી શક્યા નથી.
બાબર આઝમ ફરી નિષ્ફળ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે ફરી એકવાર પાકિસ્તાની ચાહકોને નારાજ કર્યા છે. શરૂઆતની કેટલીક મેચોમાં રન ન બનાવ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, અંતિમ મેચમાં તેના બેટથી ચોક્કસપણે રનનો વરસાદ થશે પરંતુ એવું જોવા મળ્યું ન હતું. બાબર આઝમ 6 બોલમાં 5 રન બનાવીને દિલશાન મધુશંકાના હાથે કેચ આઉટ થયો હતો. બાબરના ખરાબ ફોર્મનો કારણે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ માટે ખતરનાક બની શકે છે.