- આગામી ત્રણ મહિનામાં હોટલો વધારવાનું કામ પૂર્ણ કરાશે
- વર્લ્ડ કપ માટે ભારતના 10 શહેરોની પસંદગી કરાઈ છે
- અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા સહિત આ શહેરોમાં હોટલો વધશે
વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે. જેને લઈને વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંબંધમાં ઓયોએ 500 હોટલ વધારવાની જાહેરાત કરી છે. જાણો ક્યા શહેરમાં વધારવામાં આવશે હોટલો.
વર્લ્ડ કપ 2023ની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. OYO એ આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. OYO વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને 500 હોટલ વધારવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ મુજબ હોટલોના ભાવમાં વધારો થયો છે અને તેમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ત્રણ મહિના પહેલા હોટલના દરમાં વધારો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ફાઇનલ મેચ પણ અહીં રમાશે. આ જ કારણસર અમદાવાદમાં ત્રણ મહિના પહેલા હોટલના દરમાં વધારો થયો છે. એક અહેવાલ અનુસાર, હવે OYOએ પણ વર્લ્ડ કપને લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તે આ માટે 500 હોટલ વધારશે. આ હોટલો ફક્ત તે શહેરોમાં જ વિસ્તારવામાં આવશે જ્યાં મેચો રમાવાની છે.
માહિતી અનુસાર, OYOએ કહ્યું, “અમે યજમાન શહેરોમાં 500 હોટલ વધારીશું. ક્રિકેટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ કામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે જેઓ અન્ય શહેરોમાંથી મેચ જોવા આવે છે તેમને આરામદાયક જગ્યા મળે. નોંધપાત્ર વાત એ છે કે અમદાવાદમાં હોટલોના દરમાં અનેકગણો વધારો થયો છે.
હોટલમાં એક રાત રોકાવા માટે એક લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડી શકે છે. 3 થી 4 હજાર રૂપિયાની હોટલ માટે 30 થી 40 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ અંગે અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા છે. આ વખતે વર્લ્ડ કપ માટે ભારતના 10 શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, લખનૌ, પુણે, બેંગ્લોર અને કોલકાતાના નામ સામેલ છે. આ શહેરોમાં હોટેલો વધારવામાં આવશે.