- એશિઝ 2023ની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના મેદાન પર રમાઈ હતી
- ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે બેયરસ્ટો પર નિશાન સાધ્યું
- આમેચમાં થર્ડ અમ્પાયરે બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો
એશિઝ 2023ની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી હતી. ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રન બનાવવાના હતા. ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં હતી અને આ દરમિયાન જોની બેયરસ્ટો બેદરકારીના કારણે સ્ટમ્પ આઉટ થયો હતો. આ મુદ્દે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે એક મોટું નિવેદન આપ્યું છે અને બેયરસ્ટો પર નિશાન સાધતા કહ્યું છે કે જો ખેલાડી ક્રિઝની અંદર રહે છે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે નહીં, આ ક્રિકેટનો સરળ નિયમ છે.
જો રૂટે કટાક્ષ કર્યો
આ ઘટનાની ચર્ચા કરતાં જો રૂટે કહ્યું, "હું પહેલા ખૂબ જ ગુસ્સે થયો હતો, પરંતુ હું માનું છું કે જ્યારે તમે રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તમારા માટે અન્ય કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ થવું ખૂબ મુશ્કેલ છે. હું જો તે પરિસ્થિતિમાં હોત તો મેં પણ આવું જ કંઈક કર્યું હોત, પરંતુ અંતે આ નિર્ણય નિયમોની અંદર લેવામાં આવ્યો હતો, તમારે કદાચ મારા પર ગુસ્સો કરવો જોઈએ, પરંતુ જો તમે ક્રિઝની અંદર રહેશો તો તમે સુરક્ષિત રહેશો."
શું હતો મામલો?
વાસ્તવમાં ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગમાં જીતવા માટે 371 રન બનાવવાના હતા. જોની બેરસ્ટો જ્યારે 7મા ક્રમે બેટિંગ કરવા આવ્યો ત્યારે ઈંગ્લિશ ટીમે 177 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેમરન ગ્રીન 52મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. બેયરસ્ટો નીચે નમ્યો અને ઓવરનો છેલ્લો બોલ ખાલી જવા દીધો. બોલ હવે કીપર સુધી પહોંચ્યો હતો જ્યારે બેયરસ્ટોએ જાણીને નોન-સ્ટ્રાઈકિંગ એન્ડ તરફ આગળ વધવા લાગ્યો કે ઓવર હવે પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ એલેક્સ કેરીએ બોલને સ્ટમ્પ પર ફેંકી દીધો. થર્ડ અમ્પાયરે બેયરસ્ટોને આઉટ જાહેર કર્યો હતો. જો કે ઘણા લોકો આ નિર્ણયને રમતની ભાવના વિરુદ્ધ માને છે, પરંતુ તે નિયમોની અંદર લેવામાં આવેલો નિર્ણય હતો.