- ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં પાક. ટીમ પાછળ ફેંકાઈ
- ટીમ ઈન્ડિયાએ હજુ પણ તેની મેચીસ તો જીતવી જ પડશે.
- પાકિસ્તાન ટીમને મેચના ચોથા દિવસે જ ઇંગ્લેન્ડે 26 રને હરાવી દીધું
ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં પણ પરાજિત કર્યું છે. તેની સાથે જ પ્રથમ બે મેચ જીતી જતાં ઇંગ્લેન્ડે આ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. પાકિસ્તાન ટીમને મેચના ચોથા દિવસે જ ઇંગ્લેન્ડે 26 રને હરાવી દીધું હતું. જો કે સિરીઝની વધુ એક મેચ હજું બાકી છે તેમ છતાં પાકિસ્તાનની ટીમ માટે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ બંધ થઇ ગયો છે. WTCના પોઇન્ટ ટેબલ પર નજર નાખીએ તો જે પાકિસ્તાની ટીમ એક દિવસ અગાઉ પાંચમા ક્રમ પર હતી તે હવે છઠ્ઠા ક્રમ પર સરકી ગઇ છે અને વિજેતા ઇંગ્લેન્ડની ટીમ હવે પાંચમા સ્થાન પર પહોંચી ગઇ છે. પાકિસ્તાનની આ હારના પરિણામે ટીમ ઈન્ડિયાનો આગળનો માર્ગ થોડો સરળ થયો છે. જો કે ટીમ ઈન્ડિયાએ હજુ પણ તેની મેચીસ તો જીતવી જ પડશે.
આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના લેટેસ્ટ પોઇન્ટ ટેબલ પર નજર નાખીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ 75 ટકા જીત સાથે પ્રથમ ક્રમ પર છે. તેના પછી 60 ટકા જીત સાથે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાન પર છે. ત્રીજા નંબરના સ્થાન પર શ્રીલંકાની ટીમનો કબજો છે અને તેની જીતની ટકાવારી 53.33 ટકાની છે. તેના પછી ચોથા ક્રમ પર ટીમ ઈન્ડિયાનું સ્થાન છે અને તેની જીતની ટકાવારી 52.08 ટકાની છે.










