- પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે
- પાકિસ્તાને 448 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો
- આ ટેસ્ટમાં પાકિસ્તાનના બોલરોનું શાનદાર પ્રદર્શન
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. પાકિસ્તાને 448 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ પછી હવે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન ટીમે 53 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી શાદમાન ઇસ્લામ અને મોમિનુલ હકે ઇનિંગ્સને સંભાળી લીધી હતી. જોકે, મોમિનુલ તેની અડધી સદી બાદ આઉટ થયો હતો. પાકિસ્તાનના ખુર્રમ શહજાદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શહઝાદે બાંગ્લાદેશ સામે ઘાતક બોલિંગ કરી છે.
પાકિસ્તાનના બોલરોનો કમાલ













