- કોલકાતામાં પાકિસ્તાનને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
- મેદાનમાં ફેન્સ પ્લેસ્ટાઈનનું સમર્થન કરતા જોવા મળ્યા
- દર્શકો સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા
2023 વર્લ્ડ કપમાં મંગળવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને આસાન જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન કેટલાક દર્શકો સ્ટેડિયમમાં પેલેસ્ટાઈનનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. જોકે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
ફેન્સે કર્યું પેલેસ્ટાઈનનનું સમર્થન
મંગળવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે પૂછપરછ બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ચારેયને મેદાન પોલીસ સ્ટેશનમાં અસ્થાયી રૂપે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછ બાદ ચારેય મેદાન પોલીસ સ્ટેશનથી નીકળી ગયા છે. તેઓ બેલી, ઈકબાલપોર અને કારાયા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે તેને ગેટ નંબર 6 અને બ્લોક જી1 પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવતા અટકાયતમાં લીધા હતા. પહેલા તો ઈડન ગાર્ડનમાં તૈનાત પોલીસકર્મીઓ સમજી શક્યા ન હતા કે પ્રદર્શનકારીઓ શું કરી રહ્યા છે. પછી અટકાયતમાં લેતા પહેલા તેણે પેલેસ્ટાઈનનો ધ્વજ લહેરાવ્યો હતો, પરંતુ કોઈ નારા લગાવ્યા નહોતા.
વીડિયો વાયરલ થયો હતો
પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચ જોવા આવેલા દર્શકો સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે જોવા મળ્યા હતા. સ્ટેન્ડમાં પેલેસ્ટાઈનના ધ્વજ સાથે દર્શકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પેલેસ્ટાઈનને હવે દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. વાયરલ વીડિયો મેચ દરમિયાનનો છે.