• પ્રથમ ટેસ્ટ । શ્રીલંકાનો ચાર વિકેટે પરાજય, પાકિસ્તાન 1-0થી આગળ થયું

  • પ્રભાત જયસૂર્યાએ 56 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
  • ન્યૂઝીલેન્ડે 17 ટેસ્ટમાં પાંચ મેચ જીતી છે

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સિઝનમાં પાકિસ્તાનને ધમાકેદાર શરૂઆત કરીને પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું. બે ટેસ્ટની શ્રોણીમાં પાકિસ્તાન 1-0થી આગળ થયું છે. શ્રીલંકાએ આપેલા 131 રનના ટાર્ગેટને પાકિસ્તાને 32.5 ઓવરમાં છ વિકેટે 133 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. શ્રીલંકામાં પાકિસ્તાનનો આ 10મો ટેસ્ટ વિજય છે. આ રીતે શ્રીલંકામાં કોઈ વિદેશી ટીમ દ્વારા સર્વાધિક ટેસ્ટ રમવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે થયો છે. ભારત અને ઇંગ્લેન્ડે શ્રીલંકામાં નવ-નવ ટેસ્ટ જીતી છે. પાકિસ્તાને શ્રીલંકામાં કુલ 26મી ટેસ્ટ રમી હતી જેમાં 10 વિજય મેળવ્યા છે. ભારતે 24 ટેસ્ટ તથા ઇંગ્લેન્ડે 18 ટેસ્ટ રમી છે. ઇંગ્લેન્ડ અને ભારત પછી ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં 18 ટેસ્ટ રમી છે અને સાત વિજય હાંસલ કર્યા છે. ન્યૂઝીલેન્ડે 17 ટેસ્ટમાં પાંચ મેચ જીતી છે. રનચેઝ કરનાર પાકિસ્તાને એક સમયે 79 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દેતાં શ્રીલંકા મેચ જીતશે તેમ લાગતું હતું પરંતુ ઇમામે અણનમ 50 રન બનાવવાની સાથે સતત એક છેડો જાળવી રાખ્યો હતો સુકાની બાબરે 24 તથા સાઉદ શકીલે 30 રન બનાવ્યા હતા. પ્રભાત જયસૂર્યાએ 56 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.


  • Follow us on: