• આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે
  • મેચ પહેલા ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થશે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાનના મેચને લઈને દરેક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં વાતાવરણ ગરમાયું છે અને વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડા સમય બાદ શરૂ થનારી ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. આ મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.

ગૌતમ ગંભીર પહોંચ્યા અમદાવાદ 

[[$googlead]]

આજે વર્લ્ડ કપની મોસ્ટ અવેઈટીંગ મેચ એટલે કે ભારત-પાકિસ્તાનની મેચ અમદાવાદ ખાતે રમાઈ રહી છે. તે સાથે જ મોટી-મોટી હસ્તીઓ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. અરિજીત સિંહ, અનુષ્કા શર્મા, સચિન તેંડુલકર તેમજ ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પણ અમદાવાદ આવી ગયા છે. ગૌતમ ગંભીર તેમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અમદાવાદમાં ભારતીય ટીમને ચીયર અપ કરવા આવેલા ગૌતમ ગંભીરે ભારત-પાકિસ્તાનની મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે.

[[$alsoread]]

ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

મેચ પહેલા બંને ટીમોના સમર્થકો દ્વારા જીતના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરના એક નિવેદને હલચલ મચાવી દીધી છે.

જ્યારે મીડિયાએ ગૌતમ ગંભીરને અમદાવાદમાં યોજાનારી આ શાનદાર મેચને લઈને તેની પ્રતિક્રિયા પૂછી તો તેણે કહ્યું, 'પાકિસ્તાની ક્રિકેટ ટીમ પણ ઘણી સારી ટીમ છે. તેમની પાસે મેચ વિનિંગ ખેલાડીઓ પણ છે. મને ખાતરી છે કે ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીઓથી સાવધાન રહેશે. ભારતીય ટીમે 100 ઓવર સુધી ગુણવત્તાયુક્ત ક્રિકેટ રમવી પડશે, તો જ ભારત આ મેચ જીતી શકશે.

  • Follow us on: