• વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી થશે
  • પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં 50 ટકાનો કરાયો વધારો
  • ODI ફોર્મેટના ખેલાડીઓના પગારમાં 25 ટકાનો કર્યો વધારો

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. તે પહેલ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેસ્ટ મેચમાં રમી રહેલા ખેલાડીઓના પગારમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યારે ODI ફોર્મેટના ખેલાડીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની ખેલાડીઓના પગારમાં 50 ટકાનો કરાયો વધારો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓની સેન્ટ્રલ લિસ્ટ જાહેર કરી છે. નવી કેન્દ્રીય યાદીમાં પાકિસ્તાની ખેલાડીઓને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી-Aમાં કેપ્ટન બાબર આઝમ ઉપરાંત મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી છે. આ રીતે 3 ખેલાડીઓને કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે કેટેગરી-Bમાં ફખર ઝમાન, હરિસ રઉફ, ઇમામ ઉલ હક, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ અને શાદાબ ખાન છે.

આ ખેલાડીઓને PCB સેન્ટ્રલ લિસ્ટમાં સ્થાન મળ્યું છે આ સિવાય 3 ખેલાડીઓને કેટેગરી-Cમાં રાખવામાં આવ્યા છે. આ યાદીમાં ઈમાદ વસીમ અને અબ્દુલ્લા શફીક છે. જ્યારે કેટેગરી-Dમાં ફહીમ અશરફ, હસન અલી, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ હરિસ, મોહમ્મદ વસીમ જુનિયર, સઈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહમદ, સાઉદ શકીલ, શાહનવાઝ દહાની, શાન મસૂદ, ઉસ્મા મીર અને જમાન ખાનનો સમાવેશ થાય છે.

કયા ફોર્મેટના ખેલાડીઓના પગારમાં કેટલો વધારો થયો?

આ સિવાય મેચોમાં ખેલાડીઓની સંખ્યામાં વધારો થયો છે. ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓના પગારમાં 50 ટકાનો વધારો થયો છે. જ્યારે ODI ફોર્મેટના ખેલાડીઓના પગારમાં 25 ટકાનો વધારો થયો છે. આ સિવાય ટી20 ફોર્મેટમાં રમતા ખેલાડીઓના પગારમાં 12.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ખેલાડીઓ માટે સારા સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાની ક્રિકેટરોએ PCB પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, પાકિસ્તાની ખેલાડીઓ ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને છેલ્લા 4 મહિનાથી મેચ ફી મળી નથી. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ક્રિકેટરો વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ફેન્સ માટે આ સારા


  • Follow us on: