- 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી
- મેચ બાદ હવે વિવાદોને લઈને હેડલાઈનમાં છે આ મેચ
- ICCમાં મેચને લઈને બે ફરિયાદો નોંધાવામાં આવી છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમદાવાદ સ્ટેડિયમમાં ચાહકોના વર્તન સામે ICCમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખર, તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે રમતની ભાવનાની વિરુદ્ધનું વર્તન કર્યું હતું. જો કે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલાને ICC પાસે લઈ ગયું છે.
નમાઝ અદા કરવા પર નોંધાવી ફરિયાદ
મેચ દરમિયાન મેદાન પર નમાઝ અદા કરવા બદલ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નેધરલેન્ડ સામેની મેચમાં રિઝવાને નમાઝ અદા કરી હતી. સુપ્રીમ કોર્ટના વકીલે ફરિયાદ દાખલ કરીને કહ્યું છે કે તેનાથી ખેલ ભાવના પર સવાલો ઉભા થાય છે. હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં નમાઝ પઢવા બદલ રિઝવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભારતની સુપ્રીમ કોર્ટેના વકીલ વિનીત જિંદાલે ICCને પત્ર લખ્યો હતો કે મેચ દરમિયાન રિઝવાન નમાઝ પઢવાથી રમતની ભાવના પર સવાલો ઉભા થાય છે.
ભારત-પાકિસ્તાન મેચમાં શું થયું?
ખરેખર, ભારત-પાકિસ્તાન મેચ બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા હતા. એક વીડિયોમાં મોહમ્મદ રિઝવાન અને પાકિસ્તાની ખેલાડીઓને જોઈને ફેન્સ જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારા ખેલાડીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો.
ભારતે ODI વર્લ્ડ કપમાં આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું
જ્યારે ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે માત્ર 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસેલ કરી લીધો હતો. આ રીતે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં સતત આઠમી વખત પાકિસ્તાનને હરાવ્યું. ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારતીય ટીમને હરાવી શકી નથી. જો કે હવે ભારતીય ટીમ બાંગ્લાદેશના પડકારનો સામનો કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 ઓક્ટોબરે પુણેમાં મેચ રમાવાની છે.