• વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોંચી હૈદરાબાદ
  • એરપોર્ટ તથા હોટલમાં ક્રિક્રેટર્સનું ભવ્ય સ્વાગત કરાયું
  • બબાર આઝમને કેસરી ખેસ પહેરાવાયો

વર્લ્ડ કપ 2023ની 5 ઓક્ટોબરથી શરૂઆત થવા જઈ રહી છે. જે માટે 29 સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચો શરૂ થશે. આ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ બુધવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. ભારત પહોંચ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

[[$googlead]]

પાકિસ્તાની ખેલાડીઓનું ઉષ્માભેર સ્વાગત

[[$alsoread]]

ICC ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત પહોંચી ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ બુધવારે હૈદરાબાદ પહોંચ્યા હતા. ભારત પહોંચ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હૈદરાબાદમાં ભારતીય ફેન્સ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ઉષ્માભેર સ્વાગત કરતા જોવા મળે છે.

હૈદરાબાદમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત...

બુધવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જે બાદ બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમના ખેલાડીઓ બસ દ્વારા હોટલ પહોંચ્યા હતા. તે જ સમયે, ભારતીય ફેન્સે જે રીતે પાકિસ્તાની ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું, તે જોઈ પાકિસ્તાની ખેલાડીઓ ખુશ થઈ ગયા. પાકિસ્તાની ફેન્સ અને ખેલાડીઓ સ્વાગત માટે સતત ભારતનો આભાર માની રહ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શું કહ્યું?

તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હૈદરાબાદ એરપોર્ટ પહોંચ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓનો છે. આ વીડિયોના કેપ્શનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લખ્યું છે કે ભારતની ધરતી પર પહોંચ્યા બાદ હૈદરાબાદમાં અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું... જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

  • Follow us on: