• પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું નિવેદન વાયરલ
  • મહિલાઓ વિરુદ્ધ અશોભનીય નિવેદન બદલ ટીકા પણ થઇ
  • મહિલાઓની કમાણીને લઇને આપ્યુ નિવેદન

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. મહિલાઓ પર અશોભનીય કમેન્ટ કરતા તેઓ જોવા મળી રહ્યા છે.આ ક્રિકેટર છે પૂર્વ કેપ્ટન સઇદ અનવર. તેમનો વીડિયો વાયરલ થતા ટીકાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આવો જાણીએ તેમણે એવુ તો કયુ નિવેદન આપ્યું.

મહિલાઓ કમાતી થઇ ત્યારથી મુશ્કેલીઓ વધી

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન સઇદ અનવર વાયરલ વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે હું આખી દુનિયાની મુસાફરી કરીને પાછો આવ્યો છું. તાજેતરમાં હું ઓસ્ટ્રેલિયા જઇને આવ્યો. યુરોપિયન દેશોમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેઓએ છોકરીઓની કમાણી કરવા પર રોક લગાવી દીધી છે. સઇદ અનવરનું માનવું છે કે જ્યારથી મહિલાઓએ કમાવાનું શરૂ કર્યું છે ત્યારથી ઘરોમાં પરેશાનીઓ વધી ગઇ છે.


કેટલાક ક્રિકેટર્સના પણ લીધા નામ

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે મેં ઓસ્ટ્રેલિયાના મેયરને સવાલ કર્યો કે અહીં ડ્રગ્સ, ડિપ્રેશન અને આત્મહત્યાના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે જ્યારથી અમે મહિલાઓને કમાતી બનાવી છે ત્યારથી અમારી સંસ્કૃતિ બરબાદ થઈ ગઈ છે. આ સાથે જ તેમણે કેટલાક ક્રિકેટર્સના પણ નામ લીધા જેમા તેઓએ આ પરિસ્થિતિ અંગે તેમનો વિચાર જણાવવા કહ્યું હતું.


છૂટાછેડામાં 30 ટકાનો વધારો

સઈદ અનવરે વધુમાં કહ્યું હતું કે જ્યારથી પાકિસ્તાનમાં મહિલાઓએ કમાવાનું શરૂ કર્યું છે ત્યારથી ત્રણ વર્ષમાં છૂટાછેડાના કેસમાં 30 ટકાનો વધારો થયો છે. મહિલા કહેવા લાગે છે કે જતા રહો અહીંથી હું જાતે કમાઈ શકું છું. આ એક સંપૂર્ણ ગેમપ્લાન છે. તમારી આંખો હોવા છતાં તમે અંધ બની ગયા છો. તમારી સામે સાપ અને દોરડું છે, પણ તમે સમજી શકતા નથી. જ્યારે તમે તમારી આંખો ખોલશો ત્યારે તમને ખબર પડશે.


  • Follow us on: