- ક્રિસમસના દિવસે પાકિસ્તાની ખેલાડીઓ બન્યા સાન્તાક્લોઝ
- પ્રેક્ટિસ સેશનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને વહેંચી સરપ્રાઈઝ ગિફ્ટ
- પાકિસ્તાન 28 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં એકપણ ટેસ્ટ જીત્યું નથી
ક્રિસમસના દિવસે પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. સવારના પ્રેક્ટિસ સેશન દરમિયાન પાકિસ્તાન ટીમના કેટલાક ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ ઓસ્ટ્રેલિયન કેમ્પમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને તેમના પરિવારના સભ્યોને સરપ્રાઈઝ ગિફ્ટ્સ વહેંચી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ઇન્ડોર નેટ્સ પર પ્રેક્ટિસ કરી રહી હતી. આ દરમિયાન ખેલાડીઓની સાથે તેમના પરિવારજનો પણ હાજર હતા. બસ આ સમયે પાકિસ્તાનનો કેપ્ટન શાન મસૂદ અને કોચિંગ સ્ટાફ અહીં પહોંચી ગયા હતા. અહીં પેટ કમિન્સ અને શાન મસૂદ પણ લાંબા સમય સુધી વાત કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.













