- 30 ઓગસ્ટથી એશિયા કપ 2023ની શરુઆત થશે
- શ્રેયસ અય્યરે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું
- અય્યરની વાપસીથી પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
એશિયા કપ 2023 ટૂંક સમયમાં શરૂ થશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. શ્રેયસ અય્યરે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર, અય્યરે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં 199 રનની ઇનિંગ રમી છે. ઐયરની વાપસીથી પાકિસ્તાનનો તણાવ વધી શકે છે. એશિયા કપ 2023માં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે.
માહિતી અનુસાર, BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, "અય્યરે નેશનલ ક્રિકેટ એકેડમીની પ્રેક્ટિસ મેચમાં 199 રન બનાવ્યા છે. તેણે 50 ઓવર માટે ફિલ્ડિંગ પણ કરી છે. આ પ્રેક્ટિસ મેચ 3-4 દિવસ પહેલા થઈ હતી. તે છેલ્લા 2 મહિનાથી બેંગ્લોરમાં જ છે. અહીં રહીને, શ્રેયસ તેની રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેના માટે બધું જ સારું ચાલી રહ્યું છે.










