• 29 સપ્ટેમ્બરના રોજ વોર્મ-અપ મેચની શરુઆત થઈ ગઈ
  • ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 43.4 ઓવરમાં 346 રને હરાવ્યું
  • પાકિસ્તાનની ભારતની ધરતી પર 5 વિકેટે પહેલી હાર

29 સપ્ટેમ્બરના રોજ વોર્મ-અપ મેચની શરુઆત થઈ ગઈ છે. જેમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વોર્મ-અપ મેચ રમાઈ હતી. ભારતમાં આવતાની સાથે જ પહેલી જ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને મોહમ્મદ રિઝવાનના 103 રન, કેપ્ટન બાબર આઝમના 80 રન અને સઈદ શકીલના 75 રનના આધારે 50 ઓવરમાં 5 વિકેટે 345 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે 38 બોલ બાકી રહેતા 5 વિકેટે મેચ જીતી લીધી હતી.

ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને કારમી હાર આપી

કેન વિલિયમસનની કપ્તાનીવાળી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જીત સાથે શરૂઆત કરી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં કિવી ટીમે પાકિસ્તાન ટીમને 5 વિકેટથી હરાવ્યું હતું. કિવી ટીમ માટે 4 બેટ્સમેનોએ ફિફ્ટીની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાની વિકેટકીપર મોહમ્મદ રિઝવાનની સદી વ્યર્થ ગઈ જ્યારે કેપ્ટન બાબર આઝમની ફિફ્ટી પણ ટીમને મદદ ન કરી શકી.

મોહમ્મદ રિઝવાને 103 રનની ઇનિંગ રમી હતી

પાકિસ્તાન માટે વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 94 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. કેપ્ટન બાબર આઝમે પણ ભારતીય ધરતી પર તેની પહેલી મેચમાં 80 રનની આકર્ષક ઇનિંગ રમી હતી, જેમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. સઈદ શકીલે પણ 75 રન બનાવ્યા હતા. જેના કારણે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પાંચ વિકેટે 345 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

વિલિયમ્સનની ફિફ્ટી

કેપ્ટન કેન વિલિયમ્સન લાંબા સમય બાદ વાપસી કરીને ફિફ્ટી ફટકારી હતી, જેના કારણે ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનના કારમી હાર આપવા માટે કોઈ કસર છોડી ન હતી. ઈનિંગની શરૂઆત કરતા રવિન્દ્રએ 72 બોલમાં 97 રનની તોફાની ઈનિંગ રમી જેમાં 16 ફોર અને એક સિક્સ સામેલ હતી. વિલિયમસન (54) અને ડેરેલ મિશેલ (59) રિટાયર્ડ થતા પહેલા ફિફ્ટી પૂરી કરી હતી. જ્યારે માર્ક ચેપમેને 41 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા અને ન્યુઝીલેન્ડે વર્લ્ડ કપ પહેલા મનોબળ વધારનારી જીત માટે 43.4 ઓવરમાં પાંચ વિકેટે 346 રન બનાવ્યા હતા. તે સાથે જ ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. 

  • Follow us on: