• અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • ચેન્નઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ
  • પાકિસ્તાનની 2 મેચમાં અને અફઘાનિસ્તાનની 1 મેચમાં થઈ છે જીત

પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની 8 વિકેટે જીત થઈ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી 50 ઓવર બાદ પાકિસ્તાને 7 વિકેટના નુકસાને 282 રન કર્યા હતા. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાની ટીમે 2 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લાહ ગુરબાઝ 53 બોલમાં 65 રન અને ઈબ્રાહીમ ઝદરાને 113 બોલમાં 87 રન કર્યા છે. આ ઉપરાંત રહેમત શાહે 84 બોલમાં અણનમ 77 રન અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 45 બોલમાં અણનમ 48 રન કર્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 10 ઓવરમાં 58 રન આપીને 1 વિકેટ અને હસન અલીએ 10 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હારિસ રઉફે 8 ઓવરમાં 53, ઉસામા મીરે 8 ઓવરમાં 55, શાબાદ ખાને 8 ઓવરમાં 49 અને ઈફ્તિખાર અહમદે 5 ઓવરમાં 27 રન આપ્યા છે.

અફઘાનિસ્તાનની ઈનિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ અફઘાનિસ્તાને 1 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ 53 બોલમાં 65 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝદરાન 87 બોલમાં 74 અને રહેમત શાહ 11 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 6 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 4 ઓવરમાં 23, હારિસ રઉફે 4 ઓવરમાં 33, ઉસામા મીરે 4 ઓવરમાં 28, શાબાદ ખાને 5 ઓવરમાં 26 અને ઈફ્તિખાર અહેમદે 2 ઓવરમાં 10 રન આપ્યા છે. 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા હતા. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટનો પીછો કરવા માટે અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહીમ ઝદરાન ક્રીઝ પર આવ્યા છે.

પાકિસ્તાનની ઈનિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ઈનિંગ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા છે. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 92 બોલમાં 74 રન કેપ્ટન બાબર આઝમે કર્યા છે, જ્યારે અબ્દુલ્લા શફીકે 75 બોલમાં 58, ઈમામ ઉલ-હકે 22 બોલમાં 17 રન, મોહમ્મદ રિઝવાને 10 બોલમાં 8 રન, સઈદ શકીલે 34 બોલમાં 25 રન અને ઈફ્તિખાર અહેમદે 27 બોલમાં 40 રન કર્યા છે. આ ઉપરાંત શાબાદ ખાને 38 બોલમાં 40 રન કર્યા છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 3 વિકેટના નુકસાને 120 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો ઓપનર ઈમામ ઉલ-હક 22 બોલમાં 17 રન કરીને, અબ્દુલ્લા શફીક 75 બોલમાં 58 રન કરીને અને મોહમ્મદ રિઝવાન 10 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે બાબર આઝમ 41 બોલમાં 45 રન કરીને અને મોહમ્મદ રિઝવાન બોલમાં રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, નવીન ઉલ-હકે 3 ઓવરમાં 21, મુજીબ ઉર રહેમાને 6 ઓવરમાં 43, મોહમ્મદ નબીએ 5 ઓવરમાં 11, અઝમતુલ્લા ઓમરઝાઈએ 3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે રાશિદ ખાને 4 ઓવરમાં 12 રન આપ્યા છે. આ ઉપરાંત નૂર અહેમદે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી છે. 

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબદુલ્લા શફીક અને ઈમામ ઉલ-હક બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજની મેચ પાકિસ્તાન હારશે, તો પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થશે.

પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 22મી મેચ આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે પાકિસ્તાને જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અત્યાર સુધી 4-4 મેચ રમ્યા છે. જેમાંથી પાકિસ્તાનની 2 અને અફઘાનિસ્તાનની એક મેચમાં જીત થઈ છે. 

આજે વર્લ્ડકપ 2023ની 22મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ પાકિસ્તાની ટીમ માટે મહત્વની છે. કારણ કે, જો પાકિસ્તાની ટીમ આજની મેચ હારશે, તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઇ શકે છે. અત્યારે પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર પાંચમાં જ્યારે અફઘાનિસ્તાન 10માં સ્થાને છે.

હેડ ટૂ હેડ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી 7 વનડે મેચ રમાઈ છે. આ તમામ મેચમાં પાકિસ્તાન જીત્યું છે. આવી સ્થિતિમાં આજે અફઘાન ટીમ આ મેચ જીતીને હારનો સિલસિલો સમાપ્ત કરવાનો પૂરો પ્રયાસ કરશે.

પિચ રિપોર્ટ

ચેન્નઇના એમએ ચિદમ્બરમની પિચ પર સ્પિનર્સને હંમેશા મદદ મળતી આવી રહી છે. પિચને જોતા સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનની સ્પિન ત્રિપુટી આજે નિર્ણાયક ભૂમિકા ભજવશે. રાશિદ, નબી અને મુજીબ અહીં પોતાની સ્પિનથી પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. અફઘાનિસ્તાનની તાકાત તેનું સ્પિન બોલિંગ અટેક છે. તેની પાસે હાલમાં ભારતીય ટીમ જેવો જ સ્પિન આક્રમણ છે. બીજી તરફ પાકિસ્તાનનું સ્પિન અટેક નબળું દેખાઈ રહ્યું છે. આજે ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન: અબદુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાબાદ ખાન, ઉસામા મીર, શાહીન આફરીદી, હસન અલી, હારિસ રઉફ

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઈ, ઈકરામ અલીખિલ(વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ-હક, નૂર અહેમદ


  • Follow us on: