• પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની કારમી હાર
  • પાકિસ્તાનનો સ્પિનર નૌમાન અલી ઈજાના કારણે સિરીઝમાંથી બહાર

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. પાકિસ્તાનને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા પાકિસ્તાનનો ફાસ્ટ બોલર ખુર્રમ શહજાદ ઈજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો, હવે અન્ય એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. તેનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ સિરીઝ રમાઈ રહી છે, આવી સ્થિતિમાં પાકિસ્તાનના ખેલાડીઓ એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, જેનું પરિણામ આખી ટીમને ભોગવવું પડી શકે છે.

બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાશે

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર મળી હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. હવે આ સીરીઝની બીજી મેચ 26મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. પાકિસ્તાન આ મેચમાં પુનરાગમન કરવાનો પૂરો પ્રયાસ કરશે, પરંતુ જે રીતે પાકિસ્તાની બોલરો એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, તેના કારણે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવવાનું તેના માટે આસાન નહીં હોય. પાકિસ્તાનનો અન્ય એક સ્પિન બોલર નૌમાન અલી ઈજાના કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જેના કારણે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે.

પાકિસ્તાનની હારથી ભારતને ફાયદો

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ મેચમાં મળેલી હારને કારણે પાકિસ્તાનને પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું છે અને તેનો ફાયદો ભારતને મળ્યો છે. આ મેચ પહેલા પાકિસ્તાનની ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં પ્રથમ ટોચના સ્થાને હતી, પરંતુ મેચ હાર્યા બાદ પાકિસ્તાન બીજા સ્થાને પહોંચી ગયું છે અને ભારત પ્રથમ સ્થાને આવી ગયું છે. આટલું જ નહીં, મેચના એક દિવસ પછી ઓવર મોડી શરૂ થવાને કારણે પાકિસ્તાનના પોઈન્ટ પણ કપાઈ ગયા અને ખેલાડીઓની મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.


  • Follow us on: